તપાસ:બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ મેઇલ મોકલી પૈસાની માંગ કરનાર આરોપી ઝબ્બે

ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર સેલની ટીમે જુવાનપુર ગામના શખ્સને દબોચ્યો

દેવભૂમિ દ્વારકામાં સ્થાનિક ગુના શોધક શાખા અને સાયબર સેલની ટીમએ એક દુકાનદારને ઇમેઇલ મારફતે બોમ્બના ફોટા સાથે ધમકી ભર્યા ઇમેઇલ કરીને રૂપિયાની માંગણી કરનારા કલ્યાણપુરના જુવાનપુર ગામના એક આરોપીને દબોચી લીઘો હતો.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક દુકાનદારને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ઇ-મેઈલ દ્વારા ધમકી ભર્યા મેઈલ કરી 50 હજાર રૂપિયાની માંગણી કરી અને જો રૂપિયા નહિ આપે તો ફરિયાદી અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમજ સમય મર્યાદામાં જો રૂપિયા નહિ આપે તો ફરિયાદીની દુકાને બ્લાસ્ટથી ઉડાવી દેશે એ રીતે બોંમ્બના ફોટા મોકલાવી ધમકી ભર્યા મેઈલ કર્યાની ફરીયાદ સંબંધિત દુકાનદારે નોંધાવી હતી.

જે ફરીયાદના અનુસંધાને પોલીસ વડા સુનિલ જોષીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ ચાવડા સહિતની તેમની ટિમ અને સાઇબર સેલ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.પોલીસ તપાસમાં મેઈલ આઈ.ડી. બનાવનાર તથા વપરાશ કરનાર આરોપી કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામના હિરેશ મુળજીભાઈ બારાઈને ઝડપી પાડ્યો હતો.જેના વિરુદ્ધ કલ્યાણપુર પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...