તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:ખંભાળિયામાં કોરોના દર્દી માટે સેવારત સોનલ કોવિડ સેન્ટરનું કાર્ય પૂર્ણ, ટીમને બિરદાવાઈ

ખંભાળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેન્ટરમાં સેવારત તબીબો, સાથીકર્મીઓ અને કાર્યકર્તાઓને શિલ્પ આપી બિરદાવાયા હતા. - Divya Bhaskar
સેન્ટરમાં સેવારત તબીબો, સાથીકર્મીઓ અને કાર્યકર્તાઓને શિલ્પ આપી બિરદાવાયા હતા.
  • બીજી લહેર વેળા અફડાતફડીના માહોલ વચ્ચે અનેક દર્દીઓ માટે બન્યું હતું આર્શીવાદરૂપ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વૈશ્વિક મહામારીની બીજી લહેર ચોતરફ હાહાકાર મચાવ્યો હતો. એકાદ માસ પૂર્વે કોરોનાની બીજી લહેરએ અનેક લોકોને ઝપટે લીધા હતા. જેથી લોકોમાં ભય સાથે ચિંતાનો માહોલ સર્જાયો હતો. શહેર સાથે ગ્રામ્ય પંથકમાં કોરોનાના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થતાં ખંભાળિયા સહિત દ્વારકા પંથકમાં સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોના બેડ ફૂલ થઈ ગયા હતા. જયારે એક તબકકે સારવાર માટે દર્દીઓને વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો હતો.

આવી કપરી પરિસ્થિતિમાં અનેક સેવાભાવીઓ આગળ આવ્યા હતા.આ સમય દરમિયાન શ્રીસોનલમાં એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ચારણ કુમાર છાત્રાલય ખાતે ચારણ-ગઢવી સમાજના લોકો માટે કોરોના દર્દીઓ માટે ચારણ ગઢવી સમાજના સહયોગથી નિઃશુલ્ક સારવાર અને રહેવા જમવા સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી.જે સેવા કાર્યનો અનેક જરૂરતમંદ લોકોએ લાભ લીઘો હતો.જોકે, હાલ કોરોનાના કેસોમાં થોડા દિવસથી ઘટાડો જોવા મળતાની અફળા તફરીની પરિસ્થિતિ થાળે પડતા આ ભગીરથ સેવા કાર્યને સમાપન કરવામાં આવ્યું હતું.

આ સેવા કાર્યમાં સતત ખડે પગે રહી સેવા આપનાર ડોક્ટર્સ અને તેમની ટીમને ગઢવી સમાજના અગ્રણીઓ દ્વારા સિલ્ડ અપર્ણ કરી બિરદાવામાં આવ્યા હતા. આ સેવા કાર્યને ગઢવી સમાજના અગ્રણીઓ સેવાકાર્યમાં જોડાયેલા તમામ સેવાભાવીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...