તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેર નોટિસ:ખંભાળિયામાં રસ્તા પરના દબાણ સામે તવાઈ ઉતરશે

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ કાઢી સૂચના

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં માર્ગો પર દબાણો અને નડતરરૂપ બાંધકામો વગેરે મામલે પાલિકા તંત્ર દ્વારા સંબંધિતોને જાહેર નોટીશ મારફતે સૂચના આપી આવા નડતરરૂપ સામાન કે ખપેડા વગેરેના નિકાલની કામગીરી પાલિકા જે તે આસામીના ખર્ચે કરશે એવી એમ જણાવાયુ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં પાલિકા વિસ્તારમાં રસ્તા પર દબાણો થઇ ગયા હોય, રસ્તા સાંકડા થઈ જતા તથા દુકાનદારો રસ્તા પર તેમના માલ સમાનનો ખડકલો કરતા હોય, નડતરરૂપ હોય તેવી રીતે ખપેડા બોર્ડ કાઢતા વગેરે હોવાનું ધ્યાનમાં આવતા ખંભાળીયા પાલિકા ચીફ ઓફિસર અતુલસિંહ સિંહા દ્વારા જાહેર નોટિસો કાઢીને આ અંગે તમામ આસામીઓને સૂચના આપવામાં આવી છે. રસ્તાને નડતરરૂપ સામાન કે ખપેડા જે હશે તેનો નિકાલ નગરપાલિકા જે તે આસામીના ખર્ચે કરશે તેવી કામગીરી પણ શરૂ થશે. અગાઉ દાહોદમાં દબાણ હટાવો ઓપરેશનમાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર ચીફ ઓફિસર હવે ખંભાળીયામાં પણ સક્રિય થયા છે.

અન્ય સમાચારો પણ છે...