તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ભાટિયાની KGBV સ્કૂલમાં વર્ગો બંધ થતાં છાત્રાઓ અને વાલીઓ દ્વારા પ્રતીક ધરણા

ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમને ભણવા દો, કેજીબીવી પાછી આપોની માંગ, પરિણામ ન મળે ત્યાં સુધી ધરણાનો નિર્ણય

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધો.9થી 12 અચાનક બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીનીઓ અને વાલીઓ દ્વારા પ્રતીક ઉપવાસ સાથે ધરણા કરી સ્કૂલ શરૂ કરવા માંગ કરાઇ હતી.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા હાઇવે પર પીજીવીસીએલ નજીક હાઇવે પર સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ 9થી 12ના વર્ગો બંધ કરવામાં આવતા વિદ્યાર્થીનીઓએ ફરી વર્ગો શરૂ કરવાની માંગ સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

જો સોમવાર સુધીમાં હકારાત્મક નિર્ણય નહી આવે તો પ્રતીક ઉપવાસ પર બેસી ધરણાની ચીમકી ઉચ્ચારી હતી. હજુ સુધી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન આવતા ભાટિયા ખાતે 100 જેટલા વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ સ્કૂલ સામે સવાર 10થી 4 સુધી અમને ન્યાય આપો, અમારી KGBV પાછી આપો, અમને ભણવા દો જેવા બેનરો સૂત્રો સાથે ફરીથી સ્કૂલ શરૂ કરવા માટે માંગ કરી હતી.જેમાં ચાલુ વરસાદ પણ કીચડમાં ઉભા રહી ધરણા કર્યા હતા. જયારે પરિણામ ન મળે ત્યાં સુધી રોજરોજ પ્રતીક ધરણા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...