મડાગાંઠ:ખંભાળિયા શહેરમાં પાંચમા દિવસે પણ સફાઇ કર્મચારીઓની હડતાલ યથાવત

જામખંભાળિયા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિક ઉપવાસ પર ઉતર્યા, પદાધિકારીઓ દ્વારા રોજમદારોને સમજાવવાનો પ્રયાસ કરાયો
  • વિવિધ માંગણી સાથે હડતાલ પર ઉતરેલા સફાઈ કર્મીઓ અડગ: ચર્ચા-વિચારણા કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી

ખંભાળિયામાં પાંચમા દિવસે પણ સફાઇ કર્મચારીઓની હડતાલ યથાવત રહી છે.પાલિકા પદાધિકારીઓ દ્વારા રોજમદારોને સમજાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે પાચમા દિવસે પ્રતીક ઉપવાસ પણ અવિરત રહ્યા છે.

ખંભાળિયા નગર પાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ ગત તા 11 ફેબ્રઆરીથી જુદી જુદી માગણીઓના અનુસંધાને પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે જેમાં કાયમી કરવા, પગાર વધારો કરવા સહિતની વિવધ માંગણીની લેખિત પત્ર પાઠવી પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે જે અંગે નગરપાલિકા પદાધિકારીઓ દ્વારા રોજમદારોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પંરતુ રોજમદારો દ્વારા પાચમા દિવસે પણ પ્રતીક ઉપવાસ સાથે હડતાળ યથાવત રાખી વિવિધ માંગ સાથે અડગ રહ્યા છે.

જ્યારે ખંભાળિયા પાલિકાના સત્તાધીશોને આ બાબતે પૂછવામાં આવતા તેઓ તરફથી પ્રત્યુતરમાં એવુ જણાવાયુ છેકે, રોજમદાર સફાઈ કર્મચારીઓને કાયમી કરવા એક પ્રોસિજર હોય છે જે સતાના ધારા ધોરણ મુજબ કરવાની હોય, જે હાલ પૂરતી તાત્કાલિક થઈ સકે એમ ન હોય આ ઉપરાંત જુદી જુદી માંગણીઓનો પૂરતો અભ્યાસ કરી શકય એટલા સરકારી ધારા ધોરણ મુજબ કાર્યવાહી કરશુ. જો આંદોલનને ગેરવ્યાજબી રીતે ઉગ્ર કરવામાં આવશે તો આ રોજમદાર સફાઈ કર્મીઓને ના છૂટકે છૂટા કરવામા આવશે.

આ ઉપરાંત પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલ રોજમદાર કર્મચારીઓ સાથે નગરપાલિકાના સતાધીશો એ માંગણીઓના મુદ્દે ચર્ચા વિચારણા કરી યોગ્ય કાર્યવાહી પણ કરી ખાત્રી આપવા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...