તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વેલન્સ:દ્વારકા જિલ્લામાં પોરાભક્ષક કામગીરીમાં 1.50 લાખ ઘરોમાં સર્વેલન્સ કરાયું

ખંભાળિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકરો અને આશા બહેનો દ્વારા 8 લાખની વસ્તીના ઘરોને આવરી લેવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોરાભક્ષક કામગીરી અંતર્ગત દોઢ લાખ ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવ્યુ હતુ.જેમાં આરોગ્ય કાર્યકરો અને આશા બહેનો દ્વારા આઠ લાખની વસ્તીના ઉકત ઘરોને આવરી લેવાયા હતા. ચોમાસાની સિઝન દરમિયાન પાણીજન્ય, વાહકજન્ય રોગો મુખ્યત્વે હોય છે. પાણીજન્ય રોગોમાં ઝાડા, ઝાડા-ઉલ્ટી, કમળો અને ટાઈફોડ જેવા વગેરે રોગો જોવા મળે છે. ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયા વગેરે રોગો વાહક મચ્છરો ફેલાવે છે.

જૂન માસ મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવેલ છે, જેમાં આરોગ્ય કાર્યકરો તેમજ આશા બહેનો દ્વારા જિલ્લાની આશરે આઠ લાખની વસ્તીના ૧.૫૦ લાખ ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ૨૫૧૩ ઘરોમાં ૩૧૦૨ પાત્રો મેલેરીયા માટે પોઝીટીવ મળી આવ્યા હતા જેની કામગીરીના ભાગરૂપે આ પાત્રોમાં ટેમેફોસ (એબેટ) નાખવામાં આવ્યા હતા.

ઉપરાંત જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. ચોમાસાની સિઝન દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગોને ફેલાતા અટકાવી શકાય તે માટે ૨૮૫ સ્થળોએ પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવેલ છે, તેમજ આરોગ્ય કાર્યકરો દ્વારા ૯૮૨૩ બિનજરૂરી તથા નકામાં પાત્રોનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...