તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ખેતીની જમીનમાં વેચાણ અને વહેંચણીની હિસ્સા માપણી સાથે ક્ષતિ સુધારણા કરવા કલેક્ટરને રજૂઆત

ખંભાળિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિ-સર્વેની કામગીરી છ વર્ષના અંતે પણ પૂર્ણ ન થતાં ખેડૂતોને હાલાકી: પ્રશ્નના હલની માગણી કરાઈ

દ્વારકા જિલ્લામાં રી-સર્વે કામગીરી બાબતે અનેક સવાલો ખેડૂતો દ્વારા તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ઉઠાવવામાં આવેલ છે. છતાં પણ રી-સર્વે કામગીરી પૂર્ણ થયેલ નથી. છ વર્ષના અંતે પણ પૂર્ણ કરવામાં આવેલ નથી જે અંગે ખંભાળિયાના વિરમદડ ગામના સરપંચ ખીમાભાઈ આંબલીયા દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ છે. સરકાર દ્વારા હાલ ખેડૂતોની જમીનમાં ભાયુભાગ વહેંચણી તથા વેચાણ દસ્તાવેજમાં હાલ રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર વેચાણ કે વહેંચણી થયે 135-ડી નોટીસનો સમયગાળો પૂર્ણ થતાં 7/12, 8-અ માં નોંધ આવતા 7/12, 8-અ અલગ કરાવવા માટે જમીન માપણી શાખામાં ઇ-ચલણ ભરી હિસ્સા માપણી માટે ખેડૂતે નિયમો અનુસાર અરજદાર બનવું પડે છે.

જ્યારે હિસ્સા માપણી શાખામાંથી ખેડૂતના ખેતરની માપણી કરવા આવતા સર્વેયર દ્વારા રદ કરવામાં આવે છે, જેથી અરજદારને એવું કહેવામાં આવે છે કે, તમો રી-સર્વે કરાવી પછી હિસ્સા માપણી માટે ફરી વખત ફી ભરવી પડશે. હાલ સરકારના નિયમોથી રી-સર્વે થયેલ છે. તેમજ સરકારના જ પરિપત્રથી હિસ્સા માપણીનું ફરજિયાત અમલવારી કરવામાં આવેલ હોય જેથી સરકારના વાંકે ખેડૂતોને અનેક આર્થિક તેમજ અંદરો અંદરનો અંતર કહલનો ભોગ બનવું પડે છે. ખેડૂતોના ન્યાયના હિતમાં હિસ્સા માપણી સાથે રી-સર્વે ક્ષતિ પણ સાથોસાથ સુધારવામાં આવે જેથી ખેડૂતને બીજી વખત માપણીના પૈસા તેમજ સમયનો બચાવ થાય માટ કલેકટરને રજૂઆત કરીને આ પ્રશ્નનો હલ કરવામાં આવે તેવી માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો