તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખંભાળિયાના દેવળિયા પાટિયાથી દ્વારકાના કુરૂંગા સુધી નેશનલ હાઇવેની કામગીરી ચાલી રહી છે.જે કામગીરીમાં કોન્ટ્રાક્ટ કંપની દ્વારા નબળી ગુણવતાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાની મોટા માંઢા ગામના પૂર્વ સરપંચ દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
રોયલ્ટી વગર જ સિંહણ ગામ નજીકથી માટી કાઢવામાં આવતો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે. ખંભાળીયાથી દ્વારકાના કુરંગા સુધીના જોડતા માર્ગને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા રૂ.1100 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે.આ કામગીરી જી.આર.ઇન્ફ્રા.પ્રોજેકટ નામની એજન્સીને સોંપવામાં આવી છે. આ એજન્સી દ્વારા બેરોકટોક અને કાયદાની મુજબ કામ કરવામાં ન આવતું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને મોટા માંઢા ગામના કિરીટસિંહ જાડેજા દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, એજન્સી દ્વારા રોડના કામમાં વગર રોયલ્ટીએ અને હલકી ગુણવત્તાનુ મટીરીયલ્સ વપરાઇ છે.તેમજ સિંહણ ગામ પાસેથી રોયલ્ટી વગર જ માટી ઉપાડવામાં આવી રહી છે.એજન્સી અને જવાબદારો સામે કાર્યવાહી કરી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની રજુઆતમાં માંગ કરી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.