તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વચ્છતા અભિયાન:ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા ગંદકી કરનારા સામે કડક પગલા લેવાશે, બોર્ડ મુકાયા

ખંભાળિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયામાં સ્વચ્છતા ઝુંબેશમાં સહયોગ આપવા પાલિકાની અપીલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સફાઇ છતા અનેક સ્થળે સતત ગંદકી અને કચરો નાખવામાં આવતા પાલિકા દ્વારા જે તે સ્થળોએ સુચના બોર્ડ મુકી સ્વચ્છતા માટે સહયોગ આપવા માટે અપીલ કરી છે.ગંદકી ફેલાવનારા સામે કડક પગલાની ચેતવણી પણ અાપવામાં આવી છે.

ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાલિકા ચીફ ઓફિસર અતુલસિંહ સિંહાના માર્ગદર્શન હેઠળ સેનિટેશન વિભાગના રમેશભાઈ વાઘેલા તથા સુપરવાઇઝર સમદ બાપૂના સુપરવિઝન હેઠળ ટીમ દ્વારા નિયમિત સફાઈ કરવા છતાં પણ અનેક સ્થળે સતત ગંદકી તથા કચરો નાખવામાં આવતો હોવાનુ પણ ધ્યાને આવ્યુ હતુ. જેથી જ્યાં આવો વધુ કચરો નાખવામાં આવી રહ્યો છે તેવા સ્થળો પર સી.સી.ટી.વી. કેમેરા રાખીને તે સ્થળે કચરો નાખનારા આસામીઓને પકડવા તથા દંડાત્મક પગલાં લેવા આયોજન શરૂ કરાશે.

જયારે આવા લગત વિસ્તારોમાં પાલિકા દ્વારા જાહેર નોટીસના બોર્ડ મારી લોકોને સફાઈ વ્યવસ્થામાં સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે. ધંધા વ્યવસાયના સ્થળે ડસ્ટબીન રાખી તેમાં કચરો નાખવા તથા ડોર ટુ ડોર કલેકશનમાં આવતા વાહનોમાં પણ કચરો નાખી સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થવા અપીલ કરાઈ છે.આ ઉપરાંત નિયમ ભંગ કરનારા સામે પાલિકા દ્વારા હેલ્થ બાયલોઝ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...