વીસીનું વિષચક્ર:સલાયામાં વીસીનું વિષચક્ર ભરડો લે તે પહેલાંં પગલાં જરૂરી

સલાયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોટ્સએપ લાઈવ દ્વારા દર મહિને કરવામાં આવતો ડ્રો

સલાયામાં 1 ઈમારતમાં વીસીનું ચક્કર શરૂ કરવામાં આવ્યું છેે. અગાઉ સેંકડો લોકોને બરબાદીની ગર્તામાં ધકેલી દેનાર આ સ્કીમ ફરીથી સલાયામાં આકાર લઈ રહી છે ત્યારે તેને ડામી દેવા બુદ્ધિજીવી વર્ગમાં માંગણી ઉઠવા પામી છે. સલાયામાં મુખ્ય બજારમાં દસ દુકાન ધરાવતી એક ઈમારતમાં વીસીનું કારસ્તાન શરૂ કરાયું છે. જેના ચક્રમાંં હાલમાં સાઈઠ જેટલા યુવાનો ફસાયા હોવાનુું માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. વીસીમાંથી પૈસા ઉપાડનાર આસામીએ દરરોજ રૂા.100ની રકમ ભરપાઈ કરવી પડે છે. તે રકમ ભરી નહીં શકતો વ્યક્તિ નાછૂટકે કુછંદે ચઢે છે.

વીસી ચલાવતાં સંચાલક દર મહિનાની દસ તારીખે ડ્રો યોજે છે. તેમાં ઈનામ મેળવવાની લાલચમાં ને લાલચમાં નાગરિકો ઊંડા ઉતરતા જાય છે. એક તબક્કે સંચાલક પાસેથી વ્યાજે ધીરાણ મેળવવુુ પડે છે અને તે પછી મુદ્દલ અને વ્યાજ આપવામાં નિષ્ફળ જનાર વ્યક્તિને ધમકી મળે છે. સલાયામાં જે ઈમારતમાં વીસી ચલાવાઈ રહી છે તેમ કહેવાઈ રહ્યું છે ત્યાં દેખાવ ખાતર ચાઈનીઝ માલસામાન વેચવામાં આવી રહ્યો છે.

અગાઉ ક્રિકેટનો સટ્ટો રમાડતા પણ ઝડપાઈ ગયેલા આવા સંચાલકોને તેઓનો કારોબાર બંધ કરાવી નિર્દોષ લોકોને ગર્તામાં ધકેલાતા બચાવવા પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવે તેવી સલાયાના બુદ્ધિજીવીઓએ માંગણી કરી છે. જો પગલા નહીં લેવાય તો આંદોલનની તજવીજ પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...