ભણતરનો ભાર:ખંભાળિયામાં ધો.10ની છાત્રાએ ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું, પરીક્ષા-અભ્યાસના ટેન્શનમાં આવી જતાં ભર્યું પગલું

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકામાં કામધંધા બાબતે ઠપકો આપતા યુવાને આયખું ટૂંકાવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રહેતી અને ઘો.10માં અભ્યાસ કરતી વિધાર્થીનીએ ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીઘાનો બનાવ બહાર આવ્યો છે.મૃતકએ પરીક્ષા અને અભ્યાસના ટેન્શનમાં આવી જતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળીયામાં સ્ટેશન રોડ પર રહેતા વિનોદભાઈ કુકડીયાની પુત્રી કાજલબેન (ઉ.વ.16) ધો-10માં અભ્યાસ કરતી હોય અને તેણી પરીક્ષા તથા અભ્યાસના ટેન્શનમાં આવી જતા પોતાની જાતે પોતાના ઘરે હોલની બાજુમાં લોખંડની જાળીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતુ.

આ બનાવની મૃતકના પિતાએ જાણ કરતા સ્થાનિક બપોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.પોલીસે મૃતકના પરીજનનુ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક બનાવમાં દ્વારકામાં ટી.વી.સ્ટેશન વિસ્તારમાં રહેતા સુરેશસિંહ ચંદ્રસિંહ ઝાલા કોઈ કામધંધો ન કરતા હોય જેથી તેમના પિતા ચંદ્રસિંહએ કામધંધા કરવા બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવ્યું હતું અને ઘરે રૂમની બારીમાં ઇલેક્ટ્રિક વાયર બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવની જાણ થતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...