તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રઘુવંશી સમાજમાં શોક:ખંભાળિયા નજીક એસ.ટી. બસ હડફેટે સ્કૂટરચાલક યુવાનનું મોત

ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારવાર માટે જામનગર ન પહોંચાયું
  • કુવાડિયાના પાટિયા પાસે થયેલો અકસ્માત સેવાભાવીને ભરખી ગયો

ખંભાળીયા-દ્વારકા હાઇવે પર કુવાડિયા ગામના પાટિયા નજીક એસ.ટી.બસે સ્કુટરને હડફેટે લેતા સ્કુટર ચાલકને ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતાં તુરંત જ યુવકને સારવાર માટે જામનગર ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જો કે, જામનગર પહોંચે એ પહેલા રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું.

ખંભાળીયા વિસ્તારમાં આવેલ ગગવાણી ફળીમાં રહેતા સેવાભાવી વ્યક્તિ હિતેષભાઈ વાસુદેવભાઈ ગોકાણી નામના 45 વર્ષીય યુવાન શહેરમાં વિવિધ પ્રકારની લોકોને સહાયરૂપ થવાની તેમજ સરળ વ્યક્તિત્વ જેવી સારી નામના ધરાવતા હિતેષભાઈ ગત શુક્રવારના બપોરના સુમારે પોતાનું સ્કૂટર લઈ ખંભાળીયા-દ્વારકા હાઇવે રોડ પર જતા હોય તે દરમ્યાન તેઓ કુવાડિયા ગામના પાટિયા નજીક પહોંચતા સામેથી એસ.ટી.બસ જી.જે.18.ઝેડ.4985નંબરની બસ પુરઝડપે તેમજ પુરપાટ વેગે આવી હિતેષભાઈને સ્કૂટર સાથે હડફેટે લેતા હિતેષભાઈ ફંગોળાઈ જતા ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માતમાં ઈજા પામેલા યુવાનને સારવાર અર્થે અત્રેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે જામનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ માર્ગમાં જ યુવાનનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. શહેરના સેવાભાવી યુવાનના મૃત્યુના સમાચાર સાંભળતા રઘુવંશી સમાજ સહિત શહેરમાં શોકની લાગણી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો