હાલાકી:ખંભાળિયા-દ્વારકા હાઈ-વેના ગોકળગતિથી ચાલતા કામથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો

ખંભાળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈ-વે રોડમાં ઠેર-ઠેર ખાડા, ડાયવર્ઝનો અને વારંવાર ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ
  • સ્થાનિકો​​​​​​​ સહિતના લોકોને આવાગમનમાં પારાવાર મુશ્કેલી, ત્વરિત કામ પૂર્ણ કરવા વાહનચાલકોની માંગ

ખંભાળીયા-દ્વારકા નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું છે. કાચબાગતિએ ચાલતા આ હાઇવેના કામને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ખાડાઓ, ડાયવર્ઝનો અને વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા લાંબા સમયથી ખંભાળીયા-દ્વારકાને જોડતા નેશનલ હાઇવેનું ફોરલેનનું કામ ચાલી રહ્યું છે. ખંભાળીયાથી દ્વારકાના નેશનલ હાઇવેમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય તેમજ હાઇવેના કામના પગલે ડાયવર્ઝનોને કારણે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે.દેવભૂમિમાં મહાકાય કંપનીઓ અને યાત્રાધામો હોવાથી મોટા પ્રમાણમાં વાહનચાલકોની અવર જવર રહે છે, જિલ્લાનું મુખ્ય મથક ખંભાળીયા ખાતે હોવાથી તમામ મુખ્ય સરકારી કચેરીઓ તેમજ દ્વારકા જિલ્લાભરમાંથી ખેડૂતો પોતાની ખેત પેદાશ ખંભાળીયા યાર્ડ ખાતે વહેંચવા આવતા હોય,તેમજ મુખ્ય હોસ્પિટલો ખંભાળીયા ખાતે આવેલ હોય છે.

ગામડાઓમાંથી ખેતજણસીની ખરીદી માટે અને લગ્નગાળાની સિઝન ચાલતી હોય ત્યારે ખરીદી માટે મોટી સંખ્યામાંથી લોકોની અવર જવર ખંભાળીયા ખાતે હોવાના કારણે ખંભાળીયા દ્વારકા હાઇવે પર મોટી સંખ્યામાં વાહનોનુ પણ આવા ગમન રહે છેત્યારે અવાર નવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા અને નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે જેને કારણે વાહન ચાલકો ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે બીજી બાજુ હાલ અત્યારે છેલ્લા ઘણા સમયથી ખંભાળીયા દ્વારકા હાઇવે ફોરલેનનું કામ કાચબાગતિએ ચાલતું હોય અને આ ફોરલેનનો કામ પૂર્ણ થવામાં હજુ ઘણો સમય લાગી શકે એમ છે. ત્યારે મંથરગતિએ ચાલતું કામ જલ્દી પૂર્ણ કરવા લોકોમાં માંગ ઉઠવા પામી છે

અન્ય સમાચારો પણ છે...