તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:મીઠાપુરના નાગેશ્વરમાં રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કર

ખંભાળિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 65 હજારની રોકડ રકમ ઉસેડી જનાર અજ્ઞાત શખ્સની શોધખોળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પંથકના નાગેશ્વરમાં રહેતા એક યુવાનના રહેણાંક મકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કર અંદરથી રૂ.65 હજારની રોકડ રકમ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાઇ છે. જેમાં પોલીસે માતબર રોકડ ઉસેડી જનાર તસ્કરની શોધખોળ હાથ ધરી છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ઓખા મંડળરના મીઠાપુર પંથકમાં નાગેશ્વર ખાતે રહેતા રાણાભા કારૂભા માણેક નામના યુવાનના રહેણાંક મકાનના પાછળના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી ફળિયા વાટે ખુલ્લા રૂમમાં અજાણ્યા ઇસમે પ્રવેશ કર્યો હતો.

જે બાદ રૂમમાં કબાટથી રૂ. 65 હજારની રોકડ રકમની ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે. ચોરીના આ બનાવની રાણાભા માણેકની ફરીયાદ પરથી સ્થાનિક પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.પોલીસે માતબર રોકડ રકમની ચોરી કરનાર ઉઠાવગીરને પકડી પાડવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.માતબર ચોરીના આ બનાવે પંથકમાં ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...