ચોરી:મીઠાપુરમાં પાર્ક કરાયેલા ટ્રકમાંથી 80 કિલો ભંગાર ઉસેડી જતા તસ્કર

ખંભાળિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભંગાર સાથે તાલપત્રી ઉઠાવનારા તસ્કરને પકડી પાડવા માટે કવાયત

દ્વારકા જિલ્લામાં ઔઘોગિક નગરી મીઠાપુરના ગોડાઉન એરિયામાં પાર્ક કરાયેલા ટ્રકમાંથી કોઇ તસ્કર એંશી કિલો લોખંડનો ભંગાર અને તાલપત્રી સહિતની માલમતા ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સ્થાનિક પોલીસ મથકમાં નો઼ધાઇ છે.પોલીસે બળુકા તસ્કરોને પકડી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મીઠાપુર ગોડાઉન એરિયામાં આવેલા જલારામ ટ્રાન્સપોર્ટ સામે ખુલ્લા વાડામાં ફરિયાદી ગોપાલભાઈ થિઠાભાઈ બથવારનો ટ્રક રાખવામાં આવ્યો હતો જે ટ્રકની કેબીન ઉપર રાખેલી રૂ.સાડા ત્રણ હજારની કિંમતની તાલપત્રી ઉપરાંત ટ્રકની અંદરથી લગભગ બે હજારની કિંમતનો એશી કિલો લોખંડનો ભંગાર કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને રફુચક્કર થઈ ગયાનો બનાવ બહાર આવ્યો છે. ચોરીના આ બનાવની ગોપાલભાઇની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી માતબર માલમતા ચોરી કરી જનારા ઉઠાવીગીરોને પકડી પાડવા માટે કવાયત સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...