નિર્ણય:ખંભાળિયામાં ઘરફોડ ચોરીમાં તસ્કરને 2 વર્ષની કેદ, કોર્ટે આરોપીને રૂા.500નો દંડ પણ ફટકાર્યો

ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયામાં મકાનમાં ઘૂસીને કબાટ તોડી તેમાંથી 1.48 લાખની ચોરી કરનાર શખસને પોલીસે પકડી પાડ્યા બાદ કોર્ટમાં તેનો કેસ ચાલી જતાં કોર્ટે તેને બે વર્ષની સજા તેમજ રૂા.500નો દંડ ફટકાર્યો છે. ખંભાળિયાના લખનભાઈ ભાવેશભાઈએ ફરિયાદી દેવીદાસ રામાવતનાં રહેણાંકના મકાનના ઘરનો દરવાજો તોડી કબાટમાંથી રૂપિયા ૭૦,૦૦૦ રોકડા તેમજ સોનાના દોરાની એમ કુલ રૂપિયા ૧ લાખ ૪૮ હજારના મુદ્દામાલની મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કરેલ તે બાબતની થયેલ ફરીયાદ અંગેના કેસ અત્રેની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ માં ચાલી જતા કોર્ટે આરોપી લખનભાઈ ભાવેશભાઈ રામાવતને ગુનામાં તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ તથા રૂપિયા 500 તથા અન્ય કલમમાં તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ તથા રૂપિયા 500નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ એ.બી. પરમારનાઓ રોકાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...