તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:દેવભૂમિ દ્વારકામાં કોરોનાને ધોબીપછાડ ઓક્સિજનના દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો

ખંભાળિયા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલમાં 20 મિનિટમાં જ દર્દીઓનો વારો આવે છે: જામનગર હોસ્પિટલ શરૂ થતાં પણ રાહત
 • અલબત્ત, રોજના 30થી 35 દર્દીઓ દાખલ થવાનો રેશિયો અવિરત રહેતા હજુ સાવધાની જરૂરી

ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં વેઇટિંગ નહિવત પંદરથી 20 મિનિટે વારો આવી જાય છે. અને સારવાર માટે ખાટલાં પણ મળી જાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓક્સિજન દર્દીઓની દાખલ સંખ્યામાં ઘટાડો થયો છે. જો કે, હજુ પણ કોરોના કહેર યથાવત હોવાના કારણે સાવધાની જરૂરી બની છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના આ બીજી લહેરના વિસ્ફોટથી સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી હતી. કોરોનાની સારવાર માટે ખાટલો મેળવવો પણ મુશ્કેલ બન્યો હતો. પણ હવે સ્થિતિમાં થોડાક અંશે સુધારો થયો છે.

ખંભાળીયા સરકારી હોસ્પિટલમાં જે 24થી 30 કલાકે વારો આવતો હતો. હવે તેમાં વેઇટિંગમાં ખૂબ જ ઘટાડો થયો છે.આ અંગે ખંભાળીયા સિવિલ અધિક્ષક ડો. મટાણીએ જણાવ્યું હતું કે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓના પંદરથી વિસ મિનિટ સારવાર માટે વારો આવી જાય છે અને દર્દીઓ માટે સારવાર અર્થે જગ્યા મળી જાય છે.પરંતુ કોરોનાના કહેર યથાવત છે. દરરોજ 30થી 35 દર્દીઓને દાખલ કરવામાં આવે છે. તેની સામે જે દર્દીઓ સ્વસ્થ થાય છે. તેને આઇસોલેટ સેન્ટરમાં રીફર કરવામાં આવે છે.

વધૂમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જામનગર 400 બેડની હોસ્પિટલ શરૂ થઈ જતા અહીં દર્દીઓનો ધસારો ઘટ્યો છે.દ્વારકા જિલ્લામાં રવિવારે 75 દર્દીઓ પોઝિટીવ આવતા ફરી ઉછાળો જોવા મળ્યો હતો. કોરોનાનો કહેર યથાવત છે. પરંતુ તેમાં સામાન્ય લક્ષણો વાળા દર્દીઓ વધુ હોવાથી દાખલ કરવા પડે એવા દર્દીઓ ઓછા હોય છે. તેના કારણે શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં જે કોરોના બેડના મળતા અને અફડાતફડી જેવા માહોલ હતો. તેમાં થોડી રાહત જોવા મળી રહી છે અને દર્દીઓના ઘસારો મંદ પડ્યો છે. જો કે લોકોએ હજુ સંક્રમણ બાબતે સાવધ રહેવું ખૂબ જ જરૂરી બન્યું છે.

દ્વારકા, ખંભાળિયા, ભાણવડ, રાવલની આ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે બેડ ખાલી

 • ખંભાળીયા હોસ્પિટલમાં 174 બેડમાંથી 103 બેડ ખાલી છે. જેમાં ઓક્સિજન વાળા 48 બેડ ખાલી છે, વેન્ટીલેટર-08 બેડ ખાલી છે.
 • દ્વારકા સિવિલ હોસ્પિટલમાં 53 બેડ માંથી ઓક્સિજન સહિત 07 બેડ ખાલી છે.
 • CHC ભાણવડ હોસ્પિટલમાં 27 બેડમાંથી ઓક્સિજન સહિત 15 બેડ ખાલી છે.
 • CHC રાવલ હોસ્પિટલમાં 22 બેડમાંથી 6 બેડ ખાલી છે. જેમાં ઓક્સિજન વાળા 6 બેડ ખાલી છે.
 • દ્વારકા ટાટા હોસ્પિટલમાં 20 બેડમાંથી 10 બેડ ખાલી છે. જેમાં ઓક્સિજન વાળા 9 બેડ ખાલી છે.
 • મયુર શૈક્ષણિક સ્કૂલ સેન્ટરમાં 100 બેડમાંથી 98 બેડ ખાલી છે. જેમાં ઓક્સિજન વાળા 5 બેડ ખાલી છે.
 • ખંભાળીયા ટાઉન હોલ સેન્ટરમાં 156 બેડમાંથી 109 બેડ ખાલી છે. જેમાં ઓક્સિજન વાળા 7 બેડ ખાલી છે.
 • એસ્સાર CCC હોસ્પિટલમાં 100 બેડમાંથી 80 બેડ ખાલી છે. જેમાં ઓક્સિજન વાળા 76 બેડ ખાલી છે.
અન્ય સમાચારો પણ છે...