સામાજિક ચિંતન:ખંભાળિયામાં સેવાભાવીઓ દ્વારા કોરોનાને નિયંત્રણમાં લેવા 21 જગ્યાએ સેવા કેમ્પ યોજ્યા

ખંભાળિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉકાળો અને માસ્ક વિતરણ કરી શહેરીજનોને જાગૃત થવા માહિતી અપાઇ

ખંભાળિયામાં કોરોનાના દિનપ્રતિદિન વધી રહેલા કેસોને ધ્યાને રાખી શહેરના જાગૃત નાગરિકો દ્વારા ચિંતન બેઠક યોજી શહેરમાં 21 જગ્યાએ સેવા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉકાળો અને માસ્ક વિતરણ કરી લોકોને જાગૃત થવા માહીતી આપવામાં આવી હતી. આ સેવાયજ્ઞ શહેરના અલગ-અલગ વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે.જે આગામી 20 તારીખ સુધી ચાલુ રહેશે.

ખંભાળિયાના ચાર રસ્તા ખાતે કેમ્સંપનું ચાલન ફાલ્ગુનીબેન વ્યાસ,કિરણબેન જોષી,ઇલાબેન ભટ્ટ,અલ્પાબેન ડોલર,રાજવીબેન ઠાકર સહિતની મહિલાઓ દ્વારા ઉકાળા, અને માસ્ક વિતરણ કર્યું હતું. તેમજ રામનાથ લેડીઝ ક્લબના પ્રમુખ દર્શનાબેન મહેતા તેમજ દિવ્યાબેન મહેતા, રશ્મિબેન ગોકાણી, નેહાબેન ગોકાણી, રીટાબેન છગ, ચંદાબેન મોદી, અલ્પાબેન સવજાણી, વિપુલાબેન ગોકાણી દ્વારા કેમ્પોની મુલાકાત લઈને આ કાર્યમાં વધુ લોકો લાભ તેવી અપીલ કરી હતી. ધનવન્તરી રથ દ્વારા કરવામાં આવતું રેપીડ ટેસ્ટ લોકો ગભરાયા વગર ટેસ્ટીંગ કરાવે તેવી અપીલ કરી હતી.આ સેવા કાર્યમાં આયુષ વિભાગના જિલ્લા અધિકારી ડો. વિવેક શુક્લા,ડો. કશ્યપ ચૌહાણ, ડો. મીરાબેન ચાવડા તથા તેમની ટિમ દ્વારા ઉકાળા સાથેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. પ્રાંત અધિકારી દિનેશ ગુરવ, મામલતદાર લુક્કા તથા સ્ટાફ દ્વારા જોધપુર ગેઇટ તથા ચાર રસ્તા વિસ્તારમાં કેમ્પની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...