દોડધામ:ખંભાળિયામાં ફાયર એનઓસીના અભાવે તાલુકા શાળા નં.4 સીલ

ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલાર સહિત રાજ્યભરમાં ફાયર એનઓસી ન લેનારા સામે તંત્રની ધોંસ
  • નગરપાલિકા દ્વારા નોટિસ આપવા છતા એનઓસી ન હોવાથી લેવાયું પગલું

રાજ્ય સરકાર શૈક્ષણિક સંકુલ ધરાવતી સંસ્થાઓમાં ફાયર એનઓસી ફરજિયાત રાખવા અંગેના બહાર પાડવામાં આવેલા નિયમોની અમલવારી કરવામાં નિષ્ફળ ગયેલી શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જેના અનુસંધાને મંગળવારે ખંભાળીયા પાલિકા વિસ્તારમાં આવેલ સરકારી તાલુકા શાળા નં-4માં ફાયર એન.ઓ.સી.ના અભાવે પાલિકા દ્વારા સિલ શાળાને મારવામાં આવી હતી.

દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયા શહેરમાં આવેલ રાજડા રોડ વિસ્તાર નજીક આવેલી સરકારી તાલુકા શાળા નં-4માં ફાયરના કોઈ પણ સાધનો ન હોય જેથી નોટિસો આપવા છતાં પણ ફાયર એન.ઓ.સી. નહિ લેતા ગત મંગળવારના રોજ ખંભાળીયા પાલિકા તંત્ર દ્વારા સરકારી તાલુકા શાળા નં-4ને સિલ કરવામાં આવ્યું છે.

હાલ આ શાળામાં ધો.6 થી 8ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે ત્યારે ફાયર ના કડક નિયમોની અમલવારી લઈને શાળા સીલ થતા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે તે પરિસ્થિતિનો નિર્માણ થયું હતુ.જોકે,વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...