ક્રાઇમ:ભેનકવડ પંથકમાંથી સગીરાનું અપહરણ કરાયું

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરા-અપહરણકારના સગડ મેળવવા કવાયત

ભાણવડ તાલુકાના ભેનકવડ પંથકમાંથી એક સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામના ઇરાદે ભાણવડનો એક શખસ અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ નોંધાઇ છે. પોલીસે અપહ્યત સગીરા અને અપહરણકારના સગડ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ભાણવડ તાલુકાના ભેનકવડ પંથકમાં રહેતા એક પરિવારની સગીર વય (ઉ.16 વર્ષ,10 માસ)વાળીને આરોપી યુનુસ હનીફમીયા રફાઈ નામનો શખ્સ કોઈ પણ રીતે લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામના ઇરાદે સગીરાનુ અપહરણ કરી ભગાડી લઈ ગયાની ફરીયાદ ભાણવડ પોલીસ દફતરમાં નોંધાઇ છે. આ બનાવની ભોગગ્રસ્ત સગીરાના પિતાની ફરીયાદ પરથી ભાણવડ પોલીસે અપહરણ અને પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસે અપહ્યત સગીરા અને અપહરણકારના સગડ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...