તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કલ્યાણપુર પંથકમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધમકી ઉચ્ચાર્યાની ભોગાતના રહીશ સામે ફરિયાદ

કલ્યાણપુર પંથકમાં રહેતા એક પરીવારની સગીર વયની પુત્રીને લગ્નની લાલચ આપી ભોગાતના શખ્સે અવાર નવાર દુષ્કર્મ આચરી ધમકી ઉચ્ચારી હોવાનો બનાવ બહાર આવ્યો છે.ભોગગ્રસ્તને ગર્ભ રહી જતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. કલ્યાણપુરપંથકમાં રહેતા એક પરીવારની સોળ વર્ષની સગીરવયની પુત્રીને ભોગાતનો રહેવાસી ભાવેશ દાવદ્રા નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામના ઇરાદે અપહરણ કરી લઇ ગયો હતો

અને અવાર નવાર સગીરાને તેના ઘરે લઇ જઇ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતુ, જે કુકર્મના કારણે ગર્ભ પણ રહી ગયો હતો.જેથી આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. જોકે,ભોગગ્રસ્તના વર્તનમાં ફેરફાર જણાતા પરીવારે તેને સાંત્વના આપી પુછપરછ કરતા બનાવ બહાર આવ્યો હતો. આ અંગે ભોગગ્રસ્તના પિતાની ફરીયાદ પરથી ભાવેશ જેન્તીભાઇ દાવદ્રા સામે દુષ્કર્મ-પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો