ફરિયાદ:માંઝાના પાટિયા નજીક રીક્ષા પલ્ટી જતા રીક્ષાચાલક સામે મહિલાએ ગુનો નોંધાવ્યો, 3ને ઈજા

ખંભાળિયા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીક્ષા રોડ પરથી ઉતરી જતાં બનેલો બનાવ

દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના પઠાણપાડામાં રહેતી મહિલા તેની 3 દીકરીઓ અને પાડોશી સાથે રીક્ષામાં બેસીને જતાં હતા ત્યારે માંઝા પાસે અચાનક રીક્ષાચાલકે રીક્ષા પરનો કાબૂ ગૂમાવતા રીક્ષા રોડની નીચે ઉતરી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં અંદર બેસેલી મહિલાઓને ઈજા પહોંચી હતી જે અંગે બાદમાં મહિલાઓ દ્વારા રીક્ષાચાલક સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દ્વારકા જિલ્લાના ખંભાળીયા શહેરમાં આવેલ પઠાણ પાળામાં રહેતા નઝમાંબેન હાજીભાઈ રૂઝા તથા તેમની ત્રણ દીકરીઓ તથા તેમના પાડોશી નઝમાંબેન બુખારી સાથે અલ્તાફભાઈની રીક્ષા નં- .જે.10.ટીડબ્લ્યુ.1117માં ઢેબર ગામ ખાતે આવેલ ડેરાવાલાની દરગાહે ગયા હતા. બાદમાં તેઓ ત્યાંથી ખંભાળીયા પરત આવતી વેળાએ તેઓ માંઝા ગામના પાટિયા નજીક પહોંચતા રીક્ષા ચાલક અલ્તાફભાઈ કોઈ કારણોસર રિક્ષાના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.

રીક્ષા રોડની નીચે ઉતરી પલ્ટી ખાઈ ગઈ હતી. આ રિક્ષામાં સવાર ફરિયાદી નઝમાંબેન રૂઝા તથા તેમની બે દીકરીઓને શરીરે નાની મોટી તથા ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચી હતી. આ સમગ્ર મામલે ખંભાળીયા પોલીસે નઝમાંબેન રૂઝાની ફરિયાદ પરથી ઉપરોક્ત આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...