તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • Returning Water Of Corona In Dwarka, No Case In 3 Days, So Far A Total Of 1217 Cases Have Been Reported, 20 Active Cases, Vigilance Is Required For Local Body Elections.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાશકારો:દ્વારકામાં કોરોનાના વળતા પાણી, 3 દિ’ માં કોઈ કેસ નહીં, અત્યાર સુધીમાં કુલ 1217 કેસ નોંધાયા, 20 એક્ટિવ કેસ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોઈ તકેદારી જરૂરી

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાભરમાં કુલ 82માંથી કોરોના મહામારીથી 13 અને 69 નોન કોવિડ મૃત્યુ નોંધાયા

દ્વારકા જિલ્લો કોરોના મુકિત તરફ ગતિ કરી રહ્યો હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં કુલ 1217 કેસ નોંધાયા છે. હાલ 20 એકટીવ કેસ છે. કુલ 82 માંથી મહામારીથી 13 અને 69 નોન કોવિડ મૃત્યુ નોંધાયા છે.

ગત વર્ષે કોરોનાએ ભારે કહેર મચાવ્યા બાદ વર્ષ-2021ના પ્રારંભથી મહામારીના વળતા પાણી શરૂ થતાં હોય તેમ કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી એકપણ કોરોના પોઝિટિવ ન નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો છે. દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી કુલ 71371 ટેસ્ટમાંથી કોરોનાના કુલ 1217 કેસ નોંધાયા છે. જે પૈકી અત્યાર સુધી 1115 દર્દી સ્વસ્થ થતાં જિલ્લામાં રિકવરી રેટ 91.62 ટકા જેટલો રહ્યો છે. કોવિડના કારણે 13 અને નોન કોવિડને કારણે 69 મૃત્યુ નોંધાયા છે.

4,668 હેલ્થ કર્મચારી, ફ્રન્ટલાઈન વર્કરને રસીનો પ્રથમ ડોઝ અપાયો
દ્વારકા જિલ્લામાં કોવિડ વેકસીનેશનમાં કુલ 3909 હેલ્થ વર્કરમાંથી 2530 ને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 10510 ફ્રન્ટલાઈન વર્કરમાંથી કુલ 2138 ને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો