તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:જોધપુરનાકાથી નગર નાકા સુધીના માર્ગનુ નવીનિકરણ

ખંભાળિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાર્દસમો રોડ નવો બનતા નગરજનોમાં આનંદની લાગણી

ખંભાળિયા પાલિકા વિસ્તારમાં વર્તમાન બોડી દ્વારા રસ્તાના કામોને અગ્રતાક્રમ આપીને જુદા જુદા કામો શરૂ કરવામાં આવ્યા છે જેમાં શહેરનો મુખ્ય ગણાતો જોધપુર ગેઇટથી નગર ગેઇટના બિસ્માર ખાડા-ખડબાવાળા માર્ગનુ નવીનીકરણ હાથ ધરાયું હતુ.ટ્રાફિકને અડચણ ન થાય માટે રાત્રીના સમયે કામગીરી કરાઇ હતી.

શહેરના નગર ગેઈટ પાસે દા.સું. ગર્લ હાઈસ્કૂલથી જોધપુર ગેઇટ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં ફેરવાયો હતો. જેના પગલે આ માર્ગને પાલિકા દ્વારા રાત્રે 12 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કોન્ટ્રાક્ટર પાસે રાતોરાત નવો બનાવવામાં આવ્યો હતો જેના પગલે સવારે રાબેતા મુજબ ઘરેથી નિકળેલા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

પાલિકા બાંધકામ ઈજનેર નંદાણીયાની દેખરેખમાં કામગીરી કરાઇ હતી. પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય તથા તમામ સદસ્યોના સહયોગથી ટૂંકમાં જ રેલ્વે સ્ટેશન, બેઠક રોડ સહિતના રસ્તા, શારદા સિનેમા રોડ વિગેરે પણ રીપેરીંગ કરીને નવા બનાવવામાં આવશે. રામનાથ પુલથી છેક ખંભાળીયા જામનગર હાઇવે સુધી એક છેડાથી બીજા છેડા સુધી નવો રસ્તો બની જતા વાહનચાલકોએ ભારે રાહતનો અહેસાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...