તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈબાદત:ખંભાળિયામાં રમઝાન ઇદ સાદગીપૂર્વક ઉજવાઇ

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીને લઇ ઘરે નમાઝ અદા કરી ઇદ ઉજવતો મુસ્લિમ સમુદાય

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદ ની ઉજવણી સાદગી પૂર્વક કરવામાં આવી હતી સાથે જ ઘરના સદસ્યો દ્વારા ઘરમાં જ નમાઝ અદા કરી સરકારની કોરોના ગાઈડ લાઈનનું પાલન કરી વધુ લોકો એકઠા ન થાય તેનું ખાસ ધ્યાન રાખી ઉજવણી કરાઈ હતી.અત્રેમહત્વનું છે કે ખંભાળીયામાં દર વર્ષે રમજાન ઈદમાં બહોળી સંખ્યામા મુસ્લિમ બિરાદરો ઈદ ગાહ પર નમાઝ અદા કરી રમજાન ઈદ ની ઉજવણી કરતા હોય છે

પરંતુ ગત વર્ષે કોવિડ 19 ની વૈશ્વિક મહામારી આવી અને તેને લઈ ને સરકાર દ્વારા કોરોના અંગે ગાઈડલાઈન જાહેર કરે જેથી સતત બીજા વર્ષે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ હતી મુસ્લિમ પરિવારો દ્વારા હાલ કોરોના ની મહામારીને લઈ તેના ઘરે જ નમાઝ અદા કરી હતી અને સાથે જ ઈદ ગાહ પર મોટી સંખ્યામા મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરવા જતાં હતા તે ઈદ ગાહ ખાલી જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...