નિર્ણય:ખંભાળિયામાં ઉત્તરાયણના સવારે 8 થી સાંજે 7 કલાક સુધી વીજપુરવઠો બંધ

ખંભાળિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વિસ્તારોનું લીસ્ટ જાહેર કરાયું

ખંભાળિયામાં પી.જી.વી.સી.એલ. દ્વારા અગત્યના લાઇન સમારકામ સબબ 11 કે.વી.ટાઉન 1 ફીડર, 11 કે.વી. ટાઉન - 2 ફીડર, 11 કે.વી. નગરગેટ, 11 કે.વી. અશોક અર્બન ફીડર, 11 કે.વી. વિનાયક ફીડરનો વીજ પુરવઠો તા.14-01-2022ના રોજ સવારે 8 કલાકથી 19 કલાક સુધી બંધ રહેશે.

જેમાં સંજય નગર, હરસિધ્ધિનગર, સલાયા રોડ, મિલન ચાર રસ્તા, પોરબંદર રોડ, જડેશ્વર રોડ, સ્ટેશન રોડ, નગર ગેટ, પોસ્ટ ઓફીસ રોડ, શારદા સિનેમા રોડ, બેઠક રોડ, યોગેશ્વર નગર, બજાણા રોડ, જોધપુર ગેટ, ગાયત્રી નગર, રામનાથ સોસાયટી, બંગલાવાડી, જામનગર રોડ, તમામ જે.કે.વી. નગર, લાલપુર રોડ ક્વાર્ટર, અશોક ઉદ્યોગનગર, તેમજ જૂનું ગામ (તમામ નાકાની અંદરનો વિસ્તાર) તથા ઘી ડેમ પાણી પુરવઠા વિસ્તારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...