તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘઉંનાે પાક ખાખ:ઘઉંના ઉભા પાક ઉપર વીજવાયર તૂટ્યો, 15 વીઘાનાે 350થી 450 મણ પાક ખાખ

ખંભાળિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામની કુંધવાળી સીમનો બનાવ: વીજ તંત્ર દોડ્યું

ખંભાળીયા તાલુકાના સિધ્ધપુર ગામેં ના કુંધ વાળી વિસ્તારમાં આવેલ ખેડૂત ભીખા હીરા ડાભી અને રાજીબેન ભીખાભાઇ ડાભીની આશરે 15 વીઘા જેટલી જમીન આવેલ છે. અને તેમાં ઘઉંનો શિયાળુ પાક વાવેલ હોય હાલ અત્યારે ઘઉંનો પાક પાકી ગયેલ હતો. ત્યારે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે ખેતરમાં ઘઉંના ઉભા પાક ઉપરથી પસાર થતી સિધ્ધપુર ખેતીવાડી વીજ લાઈનના તારમાં અચાનક સ્પાકિંગ થતા આગના તણખા ઉડી ને ઘઉંમાં પડતા આગ ભભૂકી ઉઠી હતી. અને આશરે સાડા ત્રણસોથી ચારસો મણ ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા.

ખેત માલિક અને આજુબાજુના રહીશ લોકોમાં દોઢધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ તંત્રને કરવામાં આવતા પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ અને સિધ્ધપુરના તલાટી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો