તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:કલ્યાણપુરના ખીરસરામાં માસ્કના દંડ બાબતે પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બબાલ પ્રકરણમાં અજાણ્યા 20 જેટલા વ્યક્તિઓ સહિત 25 સામે ગુન્હો નોંધાયો

કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે શનિવારેે બપોરે પોલીસ સરકારી બોલેરો વાહન લઇને પેટ્રોલિંગ દરમ્યાન માસ્ક ચેકિગની ફરજ બજાવી રહી હતી ત્યારે માસ્કના પહેરનાર માણસો સામે દંડની કાર્યવાહી હાથ ધરતા દંડ બાબતે ખીરસરાના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા અજ્ઞાત 20 સહિત ૨૫ સામે ગુન્હો નોંધાયો છે.

પોલીસમાં નોંધાયેલા ગુન્હાની જાણવા મળતી વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે પોલીસ માસ્કના પહેરનાર લોકો સામે દંડ કાર્યવાહી હાથ હતી તે દરમ્યાન ગોવિંદભાઈ નાથાભાઈ નંદાણીયા માસ્ક પેહર્યા વગર નીકળતા પોલીસ દ્વારા તેમને દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાઇ જઇ રાડો પાડવા લાગતા આ દરમિયાન નાથાભાઈ નંદાણીયા આવી જઈને તેની મોટરસાયકલ પોલીસ વાહન આગળ રાખી દઈ અને ગોવિંદભાઈ નાથાભાઈ નંદાણીયા અને નાથાભાઈ નંદાણીયા ઉશ્કેરાઈ જઈને કલ્યાણપુર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુમાતભાઇ જેઠાભાઈ ભાટીયા ઉપર હુમલો કરતા ઘર્ષણ સર્જાયું હતું અને આ ઘર્ષણ દરમિયાન લોકોનું ટોળું એકઠું થઇ પોલીસ સામે ઘર્ષણ સર્જાયું હતું અને આરોપીઓએ ગામમાં માસ્ક દંડ લેવા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારાઈ હતી.

આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ. સોમાતભાઈ જેઠાભાઈ ભાટિયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ગોવિંદભાઈ નાથાભાઈ નંદાણીયા, નાથાભાઈ નંદાણીયા, કરસન ભાઇ હમીરભાઈ નંદાણીયા, જાદવ ભાઈ કાનાભાઈ સગર, હમીરભાઇ નંદાણીયા તથા અજાણ્યા ૨૦ જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ બનાવના પગલે કલ્યાણપુર પંથકમાં પોલીસના ધાડા ઉતર્યા હતા. જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો