તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ખંભાળિયામાં યુવાનને મારી નાખવાની ધમકી આપનાર બે સામે પોલીસ ફરિયાદ

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાણવડમાં વાડીમાં પ્રવેશ કરી ઝાપટ મારી ધમકી આપતા ગુનો નોંધાયો

ખંભાળિયામાં ઘરે જઇને યુવાનને મોટરસાયકલ પર બેસાડી માર મારવા સબબ બે શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે તો ભાણવડમાં વાડીમાં ઘૂસીને ફોન પર ગાળો આપી ધમકી આપવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ખંભાળીયામાં દ્વારકા ગેઇટ પાસે રહેતા ફિરોઝભાઈ ઉમરભાઇ મકરાણીને અનિલ ડોરૂ તથા ગોટિયો નામના શખ્સ ફિરોઝભાઈના ઘરે જઈને કહેલ કે તને કાસમભાઈ બોલાવે છે. તેમ કહી બુલેટમાં બેસાડીને લઈ જઈ ફિરોઝભાઈને પથ્થર તથા લાકડી વડે ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી.ફિરોઝભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ભૂંડી ગાળો આપતા વિરુદ્ધ ખંભાળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ભાણવડ તાલુકાના 14 કી.મી.દૂર આવેલ જબુશર ગામે કેશુભાઈ ઓડેદરા તથા તેની સાથેના ત્રણ ઇસમો કિશોરભાઈ રાજશીભાઈ ઓડેદરાની વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પંકજભાઈને ગાળો આપી જાપટ મારી કિશોરભાઈને પંકજભાઇના ફોનમાંથી ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પોતાની એક કાર નં-જીજે10સીએન-3158 તથા અન્ય એક કાર નં-જી.જે.10.બી.આર.8494 લઈ આવી એક બીજાને મદદગારી કરી પોતાની ગાડીઓ માં બેસી નીકળી જતા આ સમગ્ર મામલે ભાણવડ પોલીસે ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...