તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:દ્વારકામાં રોડ પર પાણી ઢોળવા મુદ્દે પરિવાર પર પાઇપ-છરીથી હુમલો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નણંદ-ભોજાઈ સહિત 4ને ઈજાની 2 મહિલા સહિત 4 સામે ફરિયાદ

યાત્રાધામ દ્વારકામાં રોડ પર કપડા ઘોવાનુ પાણી ઢોળાવાના પ્રશ્ને નણંદ અને ભોજાઇ સહિત ચાર પરીજન પર પાઇપ-છરી વડે હુમલો કરી ઇજા કર્યાની ફરીયાદ બે મહિલા સહીત ચાર સામે નોંધાઇ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં દાતારી ચોક ખાતે રહેતા મમતાઝબેન ઇબ્રાહિમભાઈ મેરના ઘરે તેની પુત્રી હનીફા તથા તેની વહુ સુમિયા ઘરે કપડાં ધોતા હતા ત્યારે રોડ પર પાણી જતા આ બાબતે આરોપી સાદિક સુલેમાન ચૌહાણ, રસીદા સાદિક ચૌહાણ, હસન રહેમાન મેર, ઝરીના હસન મેરએ એકસંપ કરી અપશબ્દો ઉચ્ચારી મુમતાઝબેન,તેની પુત્રી હનીફા અને વહુ સુમિયા સાથે ઝપાઝપી કરી મુંઢ ઇજા પહોચાડયાનો બનાવ બહાર આવ્યો હતો.

આટલુ જ નહી,પાઇપ તથા છરી જેવા ઘાતક હથિયાર વડે મમતાઝબેનના પતિ ઇબ્રાહિમ તથા પુત્ર સોયબને મુંઢ ઇજા કરી અને પુત્રી હનીફાને માથાના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચાર્યાની ફરીયાદ નોંધાઇ છે.આ સમગ્ર બનાવની ફરીયાદના આધારે પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...