તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સાવચેતી:ખંભાળિયાના બેહ ગામે દીપડાએ દેખા દેતાં લોકો ભયભીત થયા, વનવિભાગે પિંજરૂ મૂક્યું

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડી વિસ્તારમાં દીપડાના સગડ જોવા મળ્યા,માલધારીઓને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ

ખંભાળિયાના બેહ ગામના દરિયાકાંઠા વિસ્તારમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.વાડી વિસ્તારમાં દીપડાના પગના સગળ જોવા મળતા વન વિભાગ દ્વારા પિંજરૂ મુકી દીપડાને પિંજરે પુરવા કવાયત હાથ ધરી હતી. ખંભાળિયાના બેહ આસપાસના વિસ્દીતારમાં દીપડો હોવાના સમાચારથી ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યા હતો.દરિયાકાંઠા બાજુ વાડી વિસ્તારમાં ગામ લોકોએ દીપડો જોયો હોવાની જાણ ગામમાં કરતા વનવિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

વનવિભાગ દ્વારા જે વિસ્તારમાં દીપડો દેખાયો હતો તે વિસ્તારમાં શોધખોળ હાથ ધરતા દીપડાના પંજાનાં નિશાન જોવા મળ્યા હતા.પંજાના નિશાન પરથી વનવિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા પાંજરું મૂકીને પકડવા કવાયત હાથ ધરી હતી.બેહ ગામની નજીક આવેલ જંગલ વિસ્તાર છે,અને તે વિસ્તારમાં ગામના પશુઓનું ચરિયાણ છે.તે વિસ્તારમાં નિલ ગાય અને ભૂંડ જેવા પ્રાણીઓ વસવાટ કરે છે.હાલ અત્યારે વનવિભાગની ટિમ દ્વારા માલધારીઓને તે વિસ્તારમાં પશુઓને ચરિયાણ માટે ન જવા અને દીપડો જોવા મળે અથવા કોઈ નિશાન જોવા મળે તો તાત્કાલિક વનવિભાગનો સંપર્ક કરવા જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો