તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:ખંભાળિયામાં વીજધાંધિયાથી લોકો ત્રાહિમામ, રજૂઆત

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં અવાર-નવાર લાઈટ ગુલ અને પાવર કાપ જેવી સમસ્યાને કારણે શહેરની જનતાને મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ બાબતે શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા લેખીતમાં પત્ર પાઠવીને પી.જી.વી.સી.એલ.ને રજુઆત કરી છે.ખંભાળિયા શહેર પાવર સપ્લાયમાં ત્રણ ભાગમાં વહેચાયેલું છે. જેથી કરીને એક જગ્યાએ કામ ચાલુ હોય તો બીજા એરિયામાં લાઈટ બંધ રહે છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા હોય અવાર-નવાર શહેરમાં થતા પાવર કાપને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ સમસ્યાનું તાત્કાલીક નિરાકરણ માટે પીજીવીસીએલમાં લેખિતમાં રજુઆત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો