કૂતૂહલ:ખંભાળિયા-કલ્યાણપુર પંથકમાં ભેદી ધડાકાથી લોકો ભયભીત

ખંભાળિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસથી ધડાકા થતાં એસડીએમ દ્વારા તપાસનો ધમધમાટ
  • બારી-દરવાજા ધ્રુજ્યા: ધડાકાનું કારણ અકબંધ રહેતા લોકોમાં ઉચાટ

ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં ભેદી ધડાકા થતાં લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. ધડાકાના કારણે બારી-દરવાજા ધ્રુજી ઉઠયા હતાં. ધડાકા અંગે એસડીએમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકમાં છેલ્લા બે દિવસથી ભેદી ધડાકા થતાં લોકો ભયભીત બન્યા છે. બુધવારે સાંજે આઠ વાગ્યા બાદ અચાનક ભેદી ધડાકાઓ થયા હતા. ગુરૂવારે પણ મોડી સાંજે 3થી 4 વાગ્યા દરમ્યાન ધડાકાઓનો સિલસિલો યથાવત રહ્યો હતો. ખંભાળીયા અને કલ્યાણપુર પંથકમાં છેલ્લા બે દિવસથી ધડાકાઓનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં કુતુહલ સાથે ભયની લાગણી ફેલાઇ છે.

ભેદી ધડાકા અંગે તપાસ ચાલી રહી છે
ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં બે દિવસથી થઇ રહેલા ભેદી ધડાકા અંગે ખંભાળિયાના પ્રાંત અધિકારી દિનેશ ગુરવે જણાવ્યું હતું કે આ ભેદી ધડાકાઓ અંગે તપાસ હાથ ધરાઈ છે. ધડાકાઓ ક્યાં કારણથી થઈ રહ્યા છે. આ અંગે તે હજુ સામે આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...