મુશ્કેલી:ખંભાળિયા-કુરંગા ફોરલેન હાઈવેના મંથર ગતિએ કામથી લોકો ત્રસ્ત

ખંભાળિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોકળગતિથિ ચાલતા ફોર લેન્ડ રોડ કામથી આવાગમનમાં મુશ્કેલી
  • ડાયવર્ઝન અને વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાથી લોકોમાં રોષ

ખંભાળીયાથી કુરંગા સુધીનો ફોરલેન હાઇવેનું કામ કરોડોના ખર્ચે છેલ્લા લાંબા સમયથી મંથર ગતિએથી ચાલી રહ્યું છે. આ રોડના કામમાં ઠેર ઠેર ખાડા ખડબા, અને ડાયવર્ઝન અને વારંવાર સર્જાતા ટ્રાફિક સમસ્યાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ અંગે અગાઉ રોડના કામનું કાર્ય યોગ્ય કરવા તંત્રને રજૂઆતો પણ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેવળીયાના પાટિયાથી દ્વારકાના કુરંગા સુધી ફોરલેન નેશનલ હાઇવેનું કામ કરોડો ખર્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. મંથર ગતિએ ચાલતા આ ફોરલેન કામમાં આડેધડ નીતિનિયમો મૂકીને ઉભા કરાયેલા ડાયવર્ઝનના કારણે દરરોજ કલાકો સુધી ટ્રાફિક સમસ્યા સર્જાય છે.

એટલું જ નહીં ડાયવર્ઝનના આડેધડ રસ્તાના કારણે નાના મોટા અકસ્માતો અવારનવાર સર્જાય છે.જેથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો અવરજવર કરતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ખંભાળીયાથી જામનગર જતી એમ્બ્યુલન્સ સહિત ઇમરજન્સી વાહનોને ભારે કફોડી સ્થિતિનો સામનો કરવો પડે છે.

આ મંથર ગતિએ ચાલતા કામ અંગે નિર્ભર તંત્ર અને કોન્ટ્રાક્ટરની કેટલીક લાપરવાહીના કારણે હાલ જિલ્લાભરના વાહનચાલકો તથા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનું સુર ઉઠ્યો છે.આ મંદગતિએ રોડના કામને યોગ્ય રીતે કરવા અનેક આગેવાનો દ્વારા જુદા જુદા સરકારી તંત્ર તથા રાજકીય લોકોના કાને મુકવામાં આવ્યું છે. છતાં પણ આ રોડના કામ અંગે કોઈ જવાબદાર યોગ્ય ધ્યાન ન દેતા હોવાનું ઉડીને આંખે વળગે છે.

અન્ય સમાચારો પણ છે...