તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંશિક લોકડાઉન:જોડિયાના જસાપર તથા કલ્યાણપુરના ભોગાત-નંદાણામાંં આંશિક લોકડાઉન

ખંભાળિયા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જસાપરમાં 11થી 4 જ દુકાનો ખૂલશે
 • ભોગાત ગામ બપોરે 1 વાગ્યા પછી બંધ

કલ્યાણપુર તાલુકાના 8થી 9 હજાર વસ્તી ધરાવતા ભોગાત ગામમાં કોરોનાના 15 કેસો આવતા બપોર બાદ સ્વયંભુ ગામ બંધ રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત નંદાણામાં પણ બપોરે 1 વાગ્યા સુધી જ બજારો ખૂલ્લી રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.

ભોગાત ગામના સરપંચે જણાવ્યું હતું કે હાલ ભોગાત ગામમાં 15થી 16 જેવા કોરોના કેસો સામે આવ્યા છે. માટે ગામમાં વધુ સંક્રમણ ના ફેલાય તે માટે ગામના દુકાનદારો સાથે મિટિંગ યોજી બપોર 1 વાગ્યા બાદ વેપાર-ધંધા અને બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ કોઈપણ ગ્રામજનોને શરદી માથું તાવ જેવા લક્ષણો જણાય તો તરત કોરોનાનું ટેસ્ટ કરાવા અપીલ કરી હતી. તેમજ ગામના લોકોએ જરૂરી કામ વગર બહાર ન નીકળવા તેમજ માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટનસનું પાલન કરવા જણાવ્યું છે.

જોડિયા તાલુકાના જસાપર ગામમાં કોરોના વધતા સંક્રમણને લઈને જસાપર ગ્રામ પંચાયત દ્વારા ગામના અગ્રણીઓ અને દુકાનદારો સાથે ચર્ચા કરી અને કરિયાણા તેમજ પાનના ગલ્લા વગેરે દુકાનના સમયમાં ફેરફાર કરી સવારે ૧૧થી 4 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે ત્યારબાદના સમયમાં તમામ દુકાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત ગામના લોકોને અગત્યના કામ સિવાય કોઈ બહાર ન નીકળવું અને જાહેર જગ્યાએ બેસવા પર પ્રતિબંધ કરવામાં આવ્યું છે. ઘરની બહાર નીકળવું અતિ આવશ્યક જણાય તો બહાર નીકળનારને માસ્ક પહેરવું અને સરકારની તમામ ગાઇડલાયનનું પાલન કરવા આ ઉપરાંત કોરીનાની રસી મૂકવાનું અનુરોધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપ અને બાણુગાર ગામે પણ અગાઉ લોકડાઉનના નિર્ણય જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો