તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન આપ્યું:મુંદ્રામાં ગઢવી યુવાનના મોતથી દ્વારકાના સમાજમાં ભારે રોષ

ખંભાળિયા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કડક પગલાં ભરીને સહાય આપવાની માંગણી કરી
 • પોલીસે માર માર્યા બાદ સારવારમાં મોત નિપજ્યાનો આક્ષેપ

મુંદ્રા પોલીસના ઢોર મારથી વધુ એક ગઢવી યુવાને અમદાવાદની હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. કચ્છના મુન્દ્રા તાલુકામાં આવેલ સમાઘોઘા ગામના યુવાનોને પોલીસે શકમંદ તરીકે પૂછપરછ માટે મુન્દ્રા પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. જેમાં અરજણ ગઢવી, હરજોગ ગઢવી તેમજ શામરા ગઢવી ઉપર પોલીસ અત્યાચાર ગુજારતા અરજણ ગઢવીનું મોત નીપજ્યું હતું. જ્યારે હરજોગ ગઢવી અને શામરા ગઢવીને ગંભીર ઇજાઓ થતા તેમને ભુજની હોસ્પિટલમાં સારવારમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ હરજોગની તબિયત વધુ લથડતા તેઓને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે દરમ્યાન હરજોગનો મોત નિપજતા પોલીસ દમનને કારણે આ બીજા ગઢવી યુવાને દમ તોડતા સમગ્ર ગઢવી સમાજમાં ભારે આક્રોશ સાથે રોષની લાગણી ફેલાઇ હતી.

આ મામલે દ્વારકા ગઢવી સમાજ બહોળી સંખ્યામાં સોનલ ધામ ખાતે એકત્રિત થઈ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન પાઠવી અત્યાચારીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સમગ્ર મામલે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા દ્વારા મુન્દ્રા પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઈ તેમજ 3 હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને ત્રણ કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો.

પરંતુ હત્યારા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર હોય અને વધુ એક હરજોગ નામના ગઢવી યુવક કે સારવાર દરમ્યાન દમ તોડતા ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે અને આરોપીઓને ધોરણે પકડવામાં આવે અને સખતમાં સખત સજા કરવામાં આવે અને મૃતક ગઢવી યુવકોની પરિવારને સરકાર દ્વારા સહાય કરવામાં આવે તે સહિતની ગઢવી સમાજે માંગ કરી છે તેમજ આ સાથે ઓખામંડળ ચારણ સમાજ દ્વારા દ્વારકા પ્રાંત કચેરી ખાતે પહોંચીને આવેદન પાઠવી સરકાર દ્વારા સંપૂર્ણ ન્યાયિક તપાસ કરી અને ગુનેગારોને સત્વરે પકડી સજા કરવામાં આવે એવી માંગણી કરી હતી. આ સમગ્ર પ્રકરણને લઈને ખંભાળીયા સહિત દ્વારકા જિલ્લા પંથકના ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો