તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:ખંભાળિયામાં કોવિડ-19 અંતર્ગત ઓરિએન્ટેશન વર્કશોપ યોજાયો

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસના સંક્રમણ સમગ્ર રાજ્યમાં હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પોઝિટિવ કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. જે અન્વયે જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા યોગ્ય સાવચેતી સાથે તબીબોએ દર્દીના નિદાન અને સારવાર માટે હાથ ધરવાના જુદા-જુદા કાર્યો બાબતે જિલ્લાની હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા તબીબી અધિકારીઓ અને દ્વારકા જિલ્લાના તમામ પ્રાઇવેટ પ્રેક્ટિશનરોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 અંતર્ગત રાખવાની થતી તમામ તકેદારીઓ સાથે એક ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન થયું હતું.

જેમાં બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઇન્ટરનલ મેડિસિન તેમજ સીઝનલ ફલૂ અને કોવિડ-19ના સ્ટેટ નોડલ ઓફિસર ડો.કમલેશ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહી કોરોના સંક્રમણને અટકાવવા હાથ ધરવાના થતા પગલાંઓ તેમજ સાવચેતીઓ તથા ઓ.પી.ડી. દરમ્યાન દર્દીમાં કોરોના લક્ષણો જણાય તો નિદાન માટે રીફર કરવા તેમજ સરકાર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીની સારવાર માટે નક્કી થયેલ ગાઈડલાઈન અંગે વિસ્તૃત માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો