સુવિધા:દેવભૂમિમાં ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી

ખંભાળિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય કક્ષાએ વીસીઇ અને તાલુકા કક્ષાએ APMC ખાતે નોંધણી કરાશે

દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા ઈચ્છુક ખેડુતોએ તા. 30મી ઓકટોબર સુધીમા નોંધણી કરાવવાની રહેશે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ની સીઝન અન્વયે લુઘતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડુતોને ઓનલાઈન નોંધણી સમગ્ર જિલ્લામાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. દ્વારા તથા તાલુકા કક્ષાએ એ.પી.એમ.સી. ખાતે શરૂ થઇ છે, જે અન્વયે ખેડુતોને મગફળી અંગેની નોંધણી તા.30/10 સુધીમાં કરાવવા માટે જણાવાયું છે.

આ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭/૧૨ અને ૮-અ ની નકલ,ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગેની એન્ટ્રીના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી – સિક્કા સાથેનો દાખલો તથા ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.નોંધનીય છે કે, મગફળી પકવતા ખેડુતો તેઓના પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તેઓની નોંધણી ફરજીયાત હોઈ આ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ એ.પી.એમ.સી.નો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.આ અંગે નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર – ૯૬૮૭૮ ૮૮૯૯૮ તથા ૦૨૮૩૩ ૨૩૫૯૯૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ પણ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...