તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાંચમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત-દેવભૂમિ દ્વારકા અને જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટ ખંભાળિયાના સંયુક્ત ઉપક્રમે વિના મુલ્યે આયુર્વેદ- હોમિયોપેથી સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન ખંભાળીયા ખાતે કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં આયુર્વેદ નિષ્ણાતો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કરી આયુર્વેદ પદ્ધતિથી નિદાન-સારવાર તેમજ જરૂરિયાત મંદ દર્દીઓને આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા અને યોગનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
યોજાયેલ કેમ્પમાં સાથે સાથે જુના અને હઠીલા રોગો માટે હોમિયોપેથીક નિષ્ણાતો દ્વારા કેમ્પમાં નિદાન-સારવાર આપવામાં આવી હતી.કોરોના મહામારીને અનુલક્ષીને નિયામક આયુષની કચેરી દ્વારા તૈયાર થયેલ માર્ગદર્શિકા મુજબ રોગ પ્રતિકારક, શક્તિવર્ધક સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.તેમજ શુક્રવારે સવારે ૭ થી ૮ સંહિતા પઠનનું આયોજન કર્યું હતું. અષ્ટાંગ હૃદયનું અધ્યયન કરેલું હતું,ત્યાર બાદ ૮ થી ૧૦ ધન્વતરિ ભગવાનનું પૂજન અને યજ્ઞનું આયોજન કરેલ હતું. ૧૦ થી ૧ દરમ્યાન કેમ્પનું આયોજન થયુ હતું.આ કાર્યક્રમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય વિવેક શુક્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ ઓફિસરની ટીમે સક્રિય રહી ભાગ લીધો હતો.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.