તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:રખડતા ઢોર મામલે ખંભાળિયા નગરપાલિકાને નોટિસ ફટકારાઈ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆતો બાદ પણ પાલિકા દ્વારા ઢોરોને ડબ્બે ન પુરતા કાર્યવાહી

ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ભારે ત્રાહીમામ પોકારી ગયા છે.જેના લીધે શહેરી વિસ્તારમાં રહેતા લોકો અવર-જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.રોડ રસ્તાઓ પર અડિંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા પ્રાંત અધિકારી દ્વારા પાલિકા પ્રમુખ અને ચિફ ઓફીસરને નોટીસ ફટકારી આ બાબતે ખુલાસો માંગ્યો છે.

ખંભાળિયામાં શેરી અને શહેરના રાજ માર્ગો પર અડિંગા જમાવીને બેઠેલા ઢોરના કારણે અનેક વખત નાના-મોટા અકસ્માતો થતા રહે છે.પરિણામે નાના બાળકો અને વયોવૃદ્ધો બહાર નીકળવામાં ભય રહે છે.શહેરના મુખ્ય રસ્તાઓ મહાપ્રભુજી રોડ, ચાર રસ્તા વિસ્તાર, નગરગેઇટ વિસ્તાર, જોધપુર ગેઇટ વિસ્તાર તેમજ માર્કેટ ચોક સહિતના મુખ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ ઢોરના અડિંગાને કારણે વારંવાર ટ્રાફિક સર્જાતી રહે છે.આ ઢોરની સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા આ બાબતે પ્રાંત અધિકારી દિનેશ ગુરવ દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1993ની કલમ-133 હેઠળ કોર્ટમાં લેખિત ખુલાસો આપવા હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો