તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સળગતી સમસ્યા:ખંભાળિયા પાલિકા રખડતા ઢોરોને ડબ્બે નહીં પૂરે તો આંદોલન

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયા પાલિકાને આવેદન આપીને એનએસયુઆઈએ ચીમકી ઉચ્ચારી, 7 દિવસમાં ઉકેલ લાવવાની મહેતલ પણ આપી
  • રાહદારીઓ અને વાહનચાલકોને રખડતા ઢોર ગમે ત્યારે-ગમે ત્યાં ઢીંકે ચડાવવાનો સતત ભય રહેતો હોવાથી અલ્ટીમેટમ અપાયું, શહેરમાં પણ રોષ

ખંભાળિયા શહેરમાં જાહેર રોડ પર જ્યાં જોવો ત્યાં રખડતા ઢોરોના અડીંગા જોવા મળે છે.જાહેર રોડ પર રખડતા ઢોરોના લીધે રાહદારીઓ તેમજ વાહનચાલકોને પસાર થવુ મુશ્કેલ બન્યું છે.રાહદારીઓને ગમે ત્યો ઢીકે લેવાનો સતત ભય સતાવી રહ્યો છે.ખંભાળિયા પાલિકા દ્વારા રખડતા ઢોરોને ડબ્બે પુરવાની કામગીરી ન કરતા ખંભાળિયા એનએસયુઆઇ દ્વારા પાલિકાને આવેદન પત્ર પાઠવી સાત દિવસમાં રખડતા ઢોરોને ડબ્બે પુરવાની કામગીરી શરૂ કરવા રજુઆત કરી છે,અન્યથા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી છે.

જામખંભાળિયામાં મુખ્ય માર્ગો અને શેરીઓમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે.રખડતા ઢોરને પાંજરે પુરવાની કામગીરી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ના પ્રકરણ 12 ની કલમ 241 મુજબ સીધી જ નગરપાલિકાની આવે છે આ બાબતે હાલ સમય સુધી નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને ડબ્બે પુરવાની કામગીરી શરૂ ન કરતા શહેરીજનો રખડતા ઢોરોના ત્રાસથી પિડાઇ રહ્યા છે.સમસ્યાનો ઉકેલ આવેલ ન આવતા ઢોરોના ત્રાસના કારણે કેટલાય વ્યક્તિઓ ભોગ પણ બન્યા છે.ઘણી વખત તો એમ્બ્યુલન્સ પણ ઢોરના ટ્રાફિકજામના લીધે જઈ શકતી નથી.પરિણામે દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે વિલંબ થઇ રહ્યો છે.

સળગતી સમસ્યાને ઉકેલ લાવવા માટ યુથ કોંગ્રેસ દ્વારા ખંભાળિયા નગરપાલિકાના સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યુ છે. ખંભાળિયા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજય આંબલીયા, સાવન કરમુર, દેવ ચાવડા, યુનુસ ચાકી, યુવરાજસિંહ વાઢેર, પ્રદીપ ચાવડા, અંકિત લાલ વિગેરે કાર્યકરો દ્વારા પાલિકાને આવેદન પાઠવી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો