તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાંઇમ સેલની મદદ:ખંભાળિયા-કલ્યાણપુરના 2ને પૈસા પરત અપાવ્યા

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાણાકીય છેતરપીંડીના ભોગ બનનાર આસામીઓને રૂપિયા પરત મેળવી અપાવતી સાયબર ક્રાઈમ સેલ
  • પાંત્રીસ હજાર અને સાંઇઠ હજારની રકમ ખાતામાંથી ઉપડી ગયા બાદ પત્ર વ્યવહાર કરી પોલીસે પરત કરાવ્યા

ખંભાળીયા અને કલ્યાણપુર પંથકના જુદા જુદા બે આસામીના ખાતામાંથી પૈસ ઉપડી ગયા બાદ સાયબર ક્રાંઇમ સેલની મદદથી બંનેના ખાતામાં પૈસા પરત જમા કરાવ્યા હતા.ભોગગ્રસ્તે તુરંત પોલીસનો સંપર્ક સાધતા માતબર રકમ પરત મળી હતી.

જીલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોષી,નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરી તથા એલ.સી.બી.ના પી.આઈ જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાંઇમ અટકાવવા તથા આવા ગુના શોધવામાટે સાયબર ક્રાઈમ સેલ પી.એસ.આઈ પી.સી.શીંગરખીયાના નેતૃત્વ હેઠળ સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા અને ખેતીકામ કરતા નીલેશભાઇ ભીમાભાઇ ગોજીયા સાથે ગત તા. 23-01-2021ના રોજ નિલેશભાઈના મોબાઇલ નંબર પર ફોન આવેલ કે “ તમને ફોન પે તરફથી રિવોર્ડ મળ્યો છે , જો તમે રિવોર્ડ મેળવવા માંગતા હોવ તો ડેબીટ કાર્ડ નંબર અને ઓ.ટી.પી. નંબર આપો .

“ નિલેશભાઈએ ડેબીટ કાર્ડ નંબર તથા ઓ.ટી.પી. નંબર આપતા તેઓના ખાતામાંથી રૂા 35000 ઉપડી ગયા હતા.બેંક એકાઉન્ટમાથી અનઓથોરાઇઝ ટ્રાન્ઝકશન થયેલ હતુ અને રૂ. 35000નું ફોડ થયુ હતું.આબનાવ અંગે નિલેશભાઈ દ્વારા તાત્કાલીક સાયબર ક્રાઇમ સેલ સંપર્ક કરતા સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા ઉપરોક્ત બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલીક જરૂરી પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે ભોગબનનારની તમામ રકમ બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.

જયારે બીજા બનાવમાં ખંભાળીયાના તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા પવનકુમાર શર્મા નામના યુવકને ગત તા.10-05-21ના રોજ મોબાઇલ ઉપર ફોન આવેલ કે ‘’ સરકાર તરફથી આપના દીકરીના જન્મદિવસે આપના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે. ‘’ તેવું જણાવી પવનકુમાર પાસેથી ડેબિટ કાર્ડ નંબર તથા ઓ.ટી.પી. નંબર મેળવી તેના ખાતામાંથી કુલ રૂ.60479 ઉપાડી લીધા હતા. જે ટ્રાન્ઝેક્શન પવનકુમારની જાણ બહાર flipkart ગેટવે પર થયેલ હતું.

અન્ય સમાચારો પણ છે...