તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડો:મીઠાપુરમાં યાંત્રિક જુગારધામ રૂા.11ના રૂા.100ની લાલચ !, 25 શખસો ઝડપાયા, 2 ફરાર, રૂ.1,25,300ની  મત્તા કબ્જે

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • દર 15 મિનિટે ડ્રો કરી 1થી 10 ના આંક મેળવી જુગાર ચાલતો હતો

દ્વારકા તાલુકાના મીઠાપુર વિસ્તારમાં કાંકરી ગેઇટ પાસે કિરમાણી હોટેલની બાજુની દુકાનમાં યશપાલસિંહ ચુડાસમા નામનો શખ્સ ભાડે દુકાન રાખી બહારથી માણસો ભેગા કરી એલઇડી ટીવી ઉપર યંત્રોના 1થી 10 આંકના નંબર મેળવી રોકડા રૂ. 11 જમા લઈ દર 15 મિનિટે ડ્રો કરી 1થી 10 આંખમાંથી જે આંક આવે તે વિજેતાને રોકડા રૂ.100 આપવાનો જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો.

દરોડા દરમ્યાન યંત્ર આધારિત્ જુગાર રમતા જગદીશભાઈ કેશવલાલ ઓડીચ, પાલાભાઈ નાગાજણભાઈ વારસાકીયા , મંગાભાઈ લાલાભાઈ હાથીયા, પ્રકાશભાઈ હમીરભાઈ મૂછડીયા, દેવાભાઈ ખેંગારભાઈ શિરૂકા, ઘુઘાભા મેપાભા માણેક, સુરેશભાઈ અમૃતલાલ પરમાર, માયાભાઈ આશાભાઈ વારસાકીયા, પ્રતાપભાઈ ખીમાભાઈ માંગલીયા, જેઠાભાઇ નાગાજણભાઈ શિરૂકા, ધીરજભાઈ રામદયાલ પટીહાર, અમૃતભા બુધાભા ગાધ, હમીરભાઈ ગગાભાઈ પરમાર, બોઘાભાઈ ચનાભાઈ પરમાર, પશુપાતી માણેક રાય, અમિતભાઇ દેવજીભાઈ રાઠોડ, હરીશભાઈ ફકીરા ચલેટ,

રાજેશભા ભીમાભા, હેમરાજભાઈ માધાભાઈ મધુરીયા, રાજુભા ગાંગાભા ભગાડ,નાઝીરખાન રાશુલખાન પઠાણ, રૂધાભા દેવાભા માણેક, સામરાભા રાયમલભા સુમણિયા, શાંતિભાઈ મોહનભાઇ જેઠવા, પરબતભાઈ સીદાભાઈ સુમણિયાને રંગેહાથ પકડી પાડયા હતાં. પોલીસે એલઇડી ટીવી, બે વાઇફાઇ ડોંગલ, વિડીયો રેકોર્ડર, મીની પ્રિન્ટર, રોકડા રૂ.33150, મોબાઈલ ફોન 20 મળી કુલ રૂ. 125300 ની મતા કબ્જે કરી હતી. દરોડા દરમ્યાન યશપાલસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા સબીર કુરેશી ફરાર થઇ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો