તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃતિ:જામખંભાળિયાના સેવાભાવી દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઝૂંપડે-ઝૂંપડે ગરીબોને અપાતું ભોજન

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કપરા કાળમા ધંધા-રોજગાર બંધ થઇ જતાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું

કાેરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ખંભાળિયા સહિત દ્વારકા પંથકમાં અનેક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યા છે અને લોકોના ધંધા-રોજગાર બંધ થઇ જતાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યુ છે ત્યારે ખંભાળીયાના એક સેવાભાવી દ્વારા શહેરની આજુબાજુ વિસ્તારમાં આવેલ ઝૂંપડીઓમાં રહેલા ગરીબ લોકોને દરરોજ જમવાનું પહોચાડવાની સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે.

કોરોનાની મહામારીએ છેલ્લા એકાદ વર્ષથી અનેક લોકોના જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે. કોરોનાના સંક્રમણની ઝપટે ચડી લોકો દિનપ્રતિદિન સ્વજનો ગુમાવી રહ્યા છે. કોરોનાની આ બીજી લહેરમાં સંક્રમણનો પ્રસારો વધુ થતા ખંભાળીયા સહિત દ્વારકા પંથકમાં અનેક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન થઈ રહ્યા છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં રોજગાર ધંધાઓને માર પડી છે. ત્યારે નાના અને મધ્યમવર્ગના પરિવારના લોકોને ઘર ચલાવવું મુશ્કેલી ભર્યું બન્યું છે.

રોજનું કરી રોજ પેટિયું રડતા શ્રમજીવીઓ કામ ધંધા બંધ થઈ જવાના કારણે જમવામાં પણ સાસા પડી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અનેક સેવાભાવીઓની માનવતા મહેકી છે, ખંભાળીયાના એક સેવાભાવી મંગાભાઈ કાનાભાઈ સિંધિયા દ્વારા દરરોજ ખંભાળીયા શહેર અને આજુબાજુ વિસ્તારમાં ઝૂંપટપટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારને ઝૂંપડે-ઝૂંપડે જઇ ભુખ્યાને ભોજન પહોંચાડી અનેક લોકોની જઠરાગની ઠારે છે અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...