તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચિંતન બેઠક:ખંભાળિયામાં માસ્ક-ઉકાળા વિતરણ કરાશે : નગર ગેઈટ, રેલવે સ્ટેશન રોડ, જોધપુર ગેઈટમાં કેમ્પ થશે

જામ ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના સંક્રમણને લઈને શહેરના પ્રબુદ્ધ નાગરિકોની મિટિંગ મળી
  • આયોજન ઘડાયા

ખંભાળિયામાં કોરોનાના કેસોને લઇને શહેરના અગ્રણીઓની એક બેઠક મળી હતી. પ્રબદ્ધ નાગરિકોની આ ચિંતન બેઠકમાં શહેરના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને વિવિધ નિર્ણયો લેવાયા હતા. આગામી સમયમાં શહેરમાં હજુ વધુ કેસો વધશે તે શક્યતાને ધ્યાને લઈને ગામની અંદર વિવિધ વિસ્તારોમાં સેન્ટર ખોલવા, નહિ નફો નહિ નુકસાનના ભાવે વધુમાં વધુ માસ્ક વિતરણ કરવા, ફ્રી ઉકાળા વિતરણ માટે મુખ્ય ચાર રસ્તા, નગરગેઇટ, રેલ્વે સ્ટેશન રોડ, જોધપુર ગેઇટ સહિતના વિસ્તારોમાં કેમ્પ કરવા તેમજ કોરોનાની ભોગ બનેલા વ્યક્તિઓના નામ સરનામાં જાહેર કરવા રજુઆત કરવી, બધા ફેરિયાઓ અને લારી ધારકોનું ટેસ્ટીંગ કરવામાં આવે રજૂઆતો કરવી, જિલ્લામાં કોરોનાનાં દર્દીઓની અહીંયાંજ સારવાર મળી રહે અને રીફર ન કરવા પડે તેમ જ પ્લાઝમાં સેન્ટર પણ અહીં શરૂ કરવામાં આવે જેવી બાબતે વિચારવિમર્શ કરાયો હતો. આગામી એક-બે દિવસમાં ટીમો બનાવી કોરોનાની લડાઈમાં સહભાગી થવા પણ ચર્ચા કરાઇ હતી.

ફેરિયાઓ અને લારીધારકોનું ટેસ્ટિંગ તેમ જ દર્દીઓના નામ જાહેર કરવાની રજૂઆત કરવા નિર્ણય
આ ચિંતન બેઠકમાં પરેશભાઈ મહેતાના પ્રયાસથી મેઘજીભાઈ કણઝારીયા, વિનુભાઈ બરછા, દીપકભાઈ ચોકસી, નિતિષભાઈ, જયેશભાઇ ગોકાણી, ડો.સાગર ભૂત, ડો.ગૌસ્વામી, ડો.પંડ્યા, પરબતભાઇ ગઢવી, ઇન્દ્રજીતસિંહ જાડેજા, વિજયભાઈ કટારીયા, એભાભાઇ કરમુર, નીરવ કવૈયા,નિકુંજ વ્યાસ, ભગીરથસિંહ, વનરાજસિંહ, નિશિત પાબારી, જીગ્નેશ પરમાર, મિલનભાઈ, દિલીપસિંહ સહિતના વેપારીઓ તેમ જ વિવિધ સંસ્થાના અગ્રણીઓ, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી ટૂંક સમયમાં વિવિધ વેપારી એસોસિએશન અને સંસ્થાના આગેવાનોને સાથે રાખીને જિલ્લા તંત્ર સાથે મિટિંગ કરાશે. ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે અને દિનપ્રતિદિન કેસો વધી રહ્યા છે. આરોગ્ય તંત્રના આંકડાના મુજબ દ્વારકા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 400ને પાર પહોંચી ગઈ છે અને 18 મૃત્યુ થયા છે. જો કે, વાસ્તવિકતા એનાથી પણ ઘણી વધુ બિહામણી છે. ખંભાળિયામાં સરકારી તંત્રના આંકડાથી વધુ કેસો છે. આગામી દિવસોમાં શહેરમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થશે એવી ચિંતા જોવા મળી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો