ધરપકડ:દ્વારકા તાલુકામાં અલગ-અલગ બે સ્થળે યંત્રો આધારિત જુગારધામ ઝડપાયા

ખંભાળિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન યંત્રોની આડમાં જુગાર રમાડાતાે હતો જેમાં ઇલેકટ્રીક સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો

દ્વારકાના વરવાળા ગામે અલગ-અલગ બે જગ્યાએ ઓનલાઇન યંત્ર વેચવાની જાહેરાતના નામે દુકાનોમાં ઓનલાઇન ગેમ રમાડવાની આડમાં ચલાવતા યત્રો આધારીત બે જુગારના અખાડામાં કુલ 20 આરોપીઓને 2,95,815 ના મુદામાલ સાથે પકડી પાડી ફરારી આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દ્વારકા તાલુકાના વરવાળા ગામે બે અલગ અલગ જગ્યાએ હોનેસ્ટ અને જે.જે. ઓનલાઇન માર્કેટીંગ એજન્સીના નામે ઓનલાઇન યંત્ર વેચવાની જાહેરાત ના નામે દુકાનોમાં ઓનલાઇન ગેમ રમાડવાની જગ્યાએ જુગારની ગે.કા , પ્રવુતી કરતા હોય જેમાં એલ.ઇ.ડી. સ્ક્રીન ઉપર દર ૧૫ મીનીટે ડ્રો જાહેર કરી ઇલેકટ્રોનીક સાધનો દ્વારા ઓનલાઇન દશ આંક ફેરનો પૈસાની હારજીતના નસીબ આધારીતનો જુગાર રમી - રમાડવાની ઇલેકટ્રોનીક સાધનોનો ઉપયોગ કરી ઓનલાઇન યંત્ર વેચવાની આડમાં જુગારના અખાડા ચલાવતા હોવાની મળેલ હકિકતના આધારે દ્વારકા તાલુકાના વરવાળા ગામે સહજ સેલ્સ નામની દુકાનમાં જયદેવસીહ ઉર્ફે પલ્લુ અમરસીહ માણેક સંચાલીત જુગારનો અખાડો ચલાવતા હોવાની પી.એસ.આઈ. પી.સી શીંગરખીયા તથા એ.એસ.આઇ અજીતભાઇ બારોટને મળેલ હકીકતના આધારે રેઇડ કરી

જે.જે.ઓનલાઇન માર્કેટીંગ એજન્સી અડો ચલાવનાર ભરતભાઇ ઉર્ફે ભોલો બાબુલાલ ગોંડલીયા તથા કરનભા ઉર્ફે કનુભાઇ ટપુભા સુમણીયા, રવીભાઇ ધનાભાઇ સુમણીયા, ઝવેરભાઇ અરજણભાઇ વાઘેલા, અરજણભાઇ બાલુભાઇ ચૌહાણ, સુકાભાઇ નાથાભાઇ વાઘેલા, અમરસીહ માયાભા માણેકનાઓને રોકડા રૂ . 14015 તથા એલ.ઇ.ડી ટી.વી, કોમ્યુટર, સી.પી.યુ., મોનીટર વિગેરે સાધનો તથા મોબાઇલ ફોન -4 તેમજ મોટર સાઇકલ મળી કુલ રૂ . 1,25, 865ના મુદામાલ સાથે પકડી પાડી તેમજ ફરારી જયદેવસીહ ઉર્ફે પલ્લુ અમરસીહ માણેક ઘટના સ્થળે હાજર ન મળતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

વધુ એક દરોડામાં દ્વારકા તાલુકાના વરવાળા ગામે કે.જી.એન. મોબાઇલ નામની દુકાનમાં યશપાલસીહ રાજેન્દ્રસીહ ચુડાસમાના હોનેસ્ટ ઓનલાઇન માર્કેટીંગ સંચાલતી જુગારનો અખાડો ચલાવતા હોવાની પી.એસ.આઇ. એસ.વી.ગળચર તથા હેડ કોન્સ.અરજણભાઇ મારૂ , બલભદ્રસીહ ગોહીલનાઓને મળેલ હકીકત આધારે રેઇડ કરી હોનેસ્ટ માર્કેટીંગ એજન્સી નામનો અડો કે.જી.એન. મોબાઇલની દુકાનમાં ટેબલ કાઉન્ટર ઉપર બેસનાર રણજીતભા મોમૈયાભા જગતીયા તથા ઓપરેટર દેવાભા ભોજાભા જગતીયા તથા જાડુભા પાર્ચયાભા જગતીયા, મનોજભા લુણાભા જગતીયા, વનરાજભા નહાભા માણેક, હનીફભાઇ ઇશાકભાઇ નોયડા,

દેવજીભાઇ વજસીભાઇ સોલંકી, ઇકબાલભાઇ તારમામદભાઇ જીવાણી, બુધાભાઇ વીસાભાઇ વીંઝુડા, અરજણભાઇ મોહનભાઇ પરમાર, ખેરાજભાઇ હરદાસભાઇ માલકા, હેમાભા પાચર્યામા જગતીયા, બકુલભાઇ હેમંતલાલ કાપડીનાઓને રોકડા રૂ .46950 તથા એલ.ઇ.ડી. ટી.વી તથા કોમ્યુટર , સી.પી.યુ. , મોનીટર વિગેરે સાધનો તથા મોબાઇલ ફોન -13 તથા મોટર સાઇકલ નંગ -2 મળી કુલ રૂ . 1,69,950ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. તેમજ ફરારી યશપાલસીહ રાજેન્દ્રસીહ ચુડાસમાને પકડી પાડવા ચક્રોગતીમાન કરી દ્રારકા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઇન જુગાર લાંબા સમયથી ચાલતો હતો.

અન્ય સમાચારો પણ છે...