તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ખંભાળિયામાં ગૌશાળા ન બનતા લોલીપોપના બેનર

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રઝળતી ગાયનો મુદો ઉગ્ર બન્યો હતો
  • પાલિકાએ કામગીરી ન કરતા આક્રોશ

ખંભાળિયામાં પાલિકાની ચૂંટણી ટાંકણે ભાજપે ગૌ શાળા બનાવવા ખાત્રી આપી હતી. પરંતુ ચૂંટણી પત્યા પછી ગૌ શાળા બનાવવા અલગ-અલગ જગ્યાઓ બતાવી લોલીપોપ આપતા ગૌ ભક્તોએ લોલીપોપ સાથેના બેનરો લગાવી વિરોધ વ્યકત કર્યો હતો.

ખંભાળિયામાં રઝળતી ગાયો માટે ગૌ શાળા બનાવવાની ગૌ ભક્તો એ પાલિકાની ચૂંટણી પૂર્વે માંગ કરી હતી. આ મુદ્દે એક સાથે 44 ગૌભક્તોએ આત્મવિલોપન કરવાની ચીમકી સાથેના બેનરો લગાવી ઉગ્ર વિરોધ કરતા ભાજપની ટીમ દ્વારા ગૌ ભક્તોને ગૌ શાળા બનાવાની ખાત્રી આપવામાં આવતા આત્મવિલોપનનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. પરંતુ ભાજપે પાલિકાની સતામાં આવ્યા બાદ ગૌ શાળા બનાવવાનું કામ શરૂ ન થતા ગૌ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. ગૌ ભક્તોએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ પાલિકાની ચૂંટણી જીત્યા બાદ અલગ અલગ જગ્યાઓ બતાવી ગૌ શાળા બનાવવા લોલીપોપ આપવામાં આવી છે. આથી ગૌ ભક્તોએ શહેરના મુખ્ય વિસ્તારોમાં લોલીપોપ સાથે ગૌ શાળા બનાવવાની કામગીરી માત્ર કાગળ પર રાખી ગૌ માતાના નામે સત્તા મેળવી, નવા અને નિષ્ફળ સત્તાધીશો મૌન લખેલા સૂત્રો સાથે બેનરો લગાવતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...