દ્વારકા જિલ્લામાં કેટલાક સમયથી પશુદાન ખોળ અને કપાસીયાના ભાવ લગભગ દોઢ ગણા થયા છે. એક માસમાં જ ભાવવધારાના કારણે પશુપાલકો હાલાકીમાં મુકાયા છે.આ ભાવ વધારાને નિયંત્રણમાં લાવવા માટે માલધારી અગ્રણી દ્વારા જિલ્લા સમાર્હતાને રજુઆત કરાઇ છે.
દ્વારકા જિલ્લા કલેક્ટરને એક લેખિત પત્ર પાઠવી માલધારી સમાજના અગ્રણી કરસનભાઈ રબારીએ પશુદાન જેવા કે ખોળ, કપાસિયાના ભાવ નિયંત્રણ લાવવા રજૂઆત કરીને જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાની ભયંકર મહામારીને કારણે પશુપાલક (માલધારી સમાજ) કપરી પરિસ્થિતિમાં દૂધ વેચી પોતાનું અને પશુઓનું માંડમાંડ નિભાવ કરી રહ્યું છે.
ત્યારે એક મહિનાની અંદર જે 50 કિલોના ભાવ 1200 રૂપિયા હતા તે ઓચિંતા 1800થી 2હજાર રૂપિયા 50 કિલોના થઈ જવાથી સામે પશુપાલક દુધના ભાવ વધારી શકતા નથી. લીલા ચારાના 100થી 120 અને નિરણના 200થી 300 રૂપિયા થઈ જવાથી માલધારી સમાજ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. દેશમાં ખેડૂત અને પશુપાલક પણ સમાજનું જરૂરિયાતનું અંગ છે. માટે પશુધન, પશુપાલકના પરિવારને બચાવવા માટે આ વધતા જતા ભાવો નિયંત્રણ લાવવા જરૂરી છે એમ રજૂઆતમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.