કોર્ટનો ચૂકાદો:મીઠાપુર પંથકમાં સગીર છાત્રા પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને આજીવન કારાવાસ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘેર બોલાવી દુષ્કૃત્ય આચરી વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી પણ ઉચ્ચારી’તી
  • આરોપી શિક્ષકને તકસીરવાન ઠરાવીને અદાલતએ કેદની સજા સાથે દંડનો હુકમ ફરમાવ્યો

દ્વારકા જિલ્લાના મીઠાપુર પંથકમાં સ્કુલમાં અભ્યાસ કરતી એક છાત્રાને માયાઝાળમાં ફસાવી ઘરે બોલાવી અવાર નવાર દુષ્કર્મ આચરી તેમજ વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી કુકર્મ આચરવા અંગેનો કેસ ચાલી જતા અદાલતે આરોપી શિક્ષકને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા અને દંડનો હુકમ કર્યો છે.

આ કેસની મળતી વિગત અનુસાર મીઠાપુર પંથકની શાળામાં ઘો.10માં અભ્યાસ કરતી એક છાત્રાને શિક્ષક સુલેમાન મુસા ધુલાણીએ સગીર અવસ્થાનો લાભ લઇ ઇમોશનલ મેસેજ કરી માયાજાળમાં ફસાવીને ગત ઓગષ્ટ-2016માં મેસેજ કરી ઘરે બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ બહાર આવ્યો હતો. ત્યારબાદ અવાર નવાર તેણીના ઘરે આવી શરીર સબંધ બાંધી એટલુ જ નહીં ઓરલ સેકસ અને અકુદરતી સબંધ બાંધી ફોટા અને વિડીયો બનાવીને તેમજ વાયરલ કરવાની ધમકી આચી દુષ્કર્મ આચર્યુ હતુ અને આબરૂ જવાની બીકે કોઈને જાણ કરી નહીં. અને આરોપી સાથે વાતચીત કરવાનું બંધ કરતા અને નંબર ડીલીટ કરી નાખતા આરોપી સુલેમાન મસાએ સમાજમાં બધાને બદનામ કરી દઈશ તેવી ધમકી આપતા તે વાત તેમના માતા - પિતાને કરતા માતા - પિતાએ હિંમત આપતા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ-પોકસો એકટ સહિતની કલમ હેઠળ આરોપી સામે ગુનો નોંધાયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ખંભાળિયા કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતુ જે કેસ દ્વારકાની એડીશનલ કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો.જે કેસ ચાલી જતા અદાલતે ભોગગ્રસ્તની જુબાની, એફએસએલ રીપોર્ટ તથા સરકારી વકીલ લાખાભાઈ આર. ચાવડાની દલીલો ધ્યાને લઈ આરોપી સુલેમાન મુસા છુટાણીને તકસીરવાન ઠરાવી આઈપીસીકલમ 376(2) (એફ)(એન) તથા પોકસો એકટની કલમ – 4, 5(એલ) મુજબના ગુન્હાના કામે આજીવન સખત કેદની સજા અને રૂા. 20000 દંડ ,કલમ – 377ના ગુન્હા સબબ 10 વર્ષની સખત કેદની સજા અને રૂા. 10000 દંડ તથા આઈ.પી.સી.કલમ – 354 (ડી)ના ગુન્હા સબબ 1 વર્ષની સજા તથા 354 (એ)ના ગુન્હા સબબ 6 માસની સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...