તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક હજારથી વધુ લોકોએ લીધી રસી:ભાણવડના ઢેબર ગામમાં કોવિડ રસીકરણને બહોળો પ્રતિસાદ મળ્યો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક આગેવાનોની સરાહનીય જહેમત

ભાણવડ તાલુકાના પાછતર પ્રારોગ્ય કેન્દ્ર હેઠળના ઢેબર ગામની વસ્તી અંદાજે 5000 જેવી છે.કોવીડ રસીકરણની શરૂઆતના તબકકામાં રસી વીસે ગેરમાન્યતાઓ પ્રવર્તતી હતી.જેથી ગામમાં રસીકરણની કામગીરી ખુબજ નબળી હતી. ત્યારબાદ નોડલ ઓફિસર, જિલ્લા પુરવઠા અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તથા આરોગ્યની ટીમ દ્વારા લોકો સાથે રૂબરૂ ચર્ચા કરી રસી વિષે સાચી સમજ આપવામાં આવી હતી.

વધુમાં ત્યાંનાં સ્થાનિક આગેવાન સૈયદબાપુ તથા મૌલાના બાપુએ પોતે વેકસીન લઈ લોકોને પણ સોશીયલ મીડિયા દ્વારા સંદેશ આપ્યો હતો જેથી લોકોમાં હકારાત્મક સંદેશ ફેલાયો હતો.જેના લીધે આ ગામમાં 18 વર્ષથી વધુ વયના 516, અને 45 વર્ષથી વધુ વયના 249 તથા 60 વર્ષથી વધુ વયના 257 લોકોનું રસીકરણ કરાવાયુ છે.હાલમાં પણ આ ગામે ખુબજ સારૂ રસીકરણ થાય છે. જે જિલ્લાના અન્ય ગામોમાં પણ રસીકરણ થાય તેવી પ્રેરણા પુરી પાડી રહયુ છે.

અન્ય સમાચારો પણ છે...